પોરબંદરના આદીતાણા ગામે રહેતા આધેડ પોતાનુ બાઇક લઇ ભાણવડના મોડપર ગામ પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે રસ્તામા અચાનક ભુંડ આડુ ઉતરતા બાઇક સ્લીપ થયુ હતુ.
બાઇક અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા આધેડનુ સારવારમા મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત અનુસાર પોરબંદરના આદીતાણા ગામે રહેતા અર્જુનભાઇ પાચાભાઇ કોડીયાતર નામના પપ વર્ષના આધેડે 3 દિવસ પુર્વે સવારના સમયે પોતાનુ બાઇક લઇને ભાણવડના મોડપર ગામેથી પસાર થઇ રહયા હતા ત્યારે અચાનક રસ્તામા ભુંડ ધસી આવતા અર્જુનભાઇ કોડીયાતરે ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતુ. જે બાઇક અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા. જયા આધેડનુ મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ ઉપરાંત બીજા બનાવમા શાપર વેરાવળમા આવેલા કારખાનામા કામ કરતા છાગોરી પરમેશ્ર્વર મંડલ નામનો 19 વર્ષનો યુવાન મધરાત્રે કારખાનામા હતો ત્યારે અજાણ્યા શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી લોખંડના સળીયા વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડાયો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.