ગત મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે તાલાલા તાલુકાના રમરેચી ગીર ગામે વળાંક પર એક બ્લેક કલરની ફોરચ્યુનર કાર વીજ ટ્રાન્સફોર્મર સાથે ધડાકાભેર અથડાતાં જેપુરના 20 વર્ષીય યુવક અક્ષત પ્રદીપભાઈ સોલંકીનું કરૂૂણ મોક પામ્યો છે. અકસ્માત બાદ કાર પર 11ઊંટના જીવંત વીજવાયરો ખાબકતા યુવક કારમાં જ ફસાયો હતો. PGVCL કચેરીમાં સતત ફોન કરવા છતાં સંપર્ક ન થતાં પાવર બંધ કરવામાં 45 મિનિટનો વિલંબ થયો હતો. આખરે પોલીસે રૂૂબરૂૂ કચેરીએ પહોંચી પાવર બંધ કરાવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચાડાયા બાદ યુવક બચાવી શકાયો નહોતો. પિતાએ વીજ કંપનીની બેદરકારીને સારવારમાં થયેલા વિલંબનું મુખ્ય કારણ ગણાવ્યું છે.
અક્ષત સોલંકી પોતાના ગામ જેપુરથી બ્લેક કલરની ફોરચ્યુનર કાર લઈને તાલાલા તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન રમરેચી ગીર પાસે આવેલા તીવ્ર વળાંક પરથી પસાર થતી વખતે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર રોડ સાઈડમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રાન્સફોર્મર અને વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા હતા અને કારની તમામ એરબેગ્સ ખૂલી ગઈ હતી. ધડાકો સાંભળીને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ 11 ઊંટના જીવંત વીજવાયરો કાર પર પડ્યા હોવાથી અને તેમાં પાવર ચાલુ હોવાથી કોઈ પણ વ્યક્તિ યુવકની નજીક પહોંચી શકી નહોતી.
સ્થાનિકો તેમજ અકસ્માતની જાણ થતાં સ્થળ પર પહોંચેલા યુવકના મોટા બાપુજી મનુભાઈ સોલંકી અને પરિવારજનોએ વીજપ્રવાહ બંધ કરાવવા માટે તાલાલા PGVCL કચેરીમાં વારંવાર ફોન કર્યા હતા. જોકે, કચેરીમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં સમય વિતતો ગયો અને યુવક વીજ વાયરો વચ્ચે કારમાં જ જીવન-મરણ વચ્ચે તરફડિયા મારતો રહ્યો હતો.સંપર્ક ન થતાં આખરે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને પોલીસની ગાડી સીધી PGVCL કચેરીએ રૂૂબરૂૂ પહોંચી હતી અને ત્યાં હાજર કર્મચારીને ઘટનાથી માહિતગાર કરીને પાવર બંધ કરાવ્યો હતો.
આ સમગ્ર પ્રક્રિયામાં આશરે 45 મિનિટ જેટલો કિંમતી સમય વેડફાઈ ગયો હતો.પાવર બંધ થયા બાદ તાત્કાલિક ગંભીર રીતે ઘવાયેલા અક્ષતને કારમાંથી બહાર કાઢી તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબોએ સીપીઆર અને પમ્પિંગ સહિતના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ મોડું થઈ ગયું હોવાથી યુવકને બચાવી શકાયો નહોતો.મૃતક અક્ષતના પિતાએ આક્ષેપ કર્યો છે કે PGVCL વિભાગના કર્મચારીઓની ગંભીર બેદરકારી અને પાવર બંધ કરવામાં થયેલા વિલંબને કારણે જ સારવાર મળવામાં મોડું થયું, જે તેમના પુત્રના મોતનું મુખ્ય કારણ બન્યું છે. આ બનાવથી સમગ્ર તાલાલા પંથકમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે, જ્યારે તાલાલા પોલીસે અકસ્માત અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
