મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, રેસકોર્સ આર્ટ ગેલેરી નીહાળશે

મનપાના રૂા. 5642.26 લાખ તથા જેટકો, પાણી પુરવઠા અને સ્પોર્ટસ સહિતના રૂા.343 કરોડના કામોનું લોકાર્પણ અને 217 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે, અધ્યક્ષસ્થાને મેયર ઉપસ્થિત રહેશે…

મનપાના રૂા. 5642.26 લાખ તથા જેટકો, પાણી પુરવઠા અને સ્પોર્ટસ સહિતના રૂા.343 કરોડના કામોનું લોકાર્પણ અને 217 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે, અધ્યક્ષસ્થાને મેયર ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે રાજકોટ આવનાર છે. કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહુર્ત તેમના હસ્તે કરવામાં આવશે. જે પૈકી મનપા દ્વારા રેસકોર્સ ખાતે તૈયાર કરવામાં આવેલ આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરવાનું છે. ત્યારે મુખ્યમંત્રી હવે આવતી કાલે 4:30 વાગ્યે આર્ટ ગેલેરી ખાતે આવી તેનું લોકાર્પણ કરી આર્ટ ગેલેરીનું નિરિક્ષણ કરશે. તેમજ અન્ય પ્રકલ્પોના 343 કરોડના લોકાર્પણ અને 217 કરોડના કામોનું ખાતમુહુર્ત કરશે. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં સમારંભ યોજી મુખ્યમંત્રી દ્વારા તમામ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે રાજકોટ ખાતે જેટકો તથા પાણી પુરવઠા અને મહાનગરપાલિકા તથા સ્પોર્ટસ સહિતના કરોડો રૂૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. પાણી પુરવઠા વિભાગના અલગ અલગ કામો ઉપરાંત મહાનગરપાલિકાનું રેસકોર્સ ખાતે તૈયાર થયેલ આર્ટ ગેલેરી અને એક્ઝિબિશન હોલનું લોકાર્પણ તેમજ મેટલીંગ કામ, ડ્રેનેજ લાઈન, સીસી રોડ, શાળા બિલ્ડીંગ, વોટર હાર્વેસ્ટીંગ, પમ્પીંગ સ્ટેશન, ફિલ્ટર પ્લાન્ટ સહિતના રૂૂપિયા 5051.46 લાખના કામોનું ખાતમુહુર્ત કરશે.

આ લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી માન. શ્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, રોશની સમિતિ ચેરમેન કાળુભાઈ કુગસીયા, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગર પાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

72 કોર્પોરેટરોના મુખ્યમંત્રી ક્લાસ લેશે
આવતી કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અનેક વિભાગોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરનાર છે. ત્યારે કોર્પોરેશનની ચૂંટણી નજીકમાં હોવાથી કોર્પોરેટરોની મુલાકાત ગોઠવવામાં આવી છે. આથી તમામ ભાજપના 68 કોર્પોરેટરોને રૂબરૂ મળશે જેમાં સાંજે 6:30 વાગ્યે વોર્ડ નં. 1થી 9ના કોર્પોરેટરો અને 6:30થી 7 દરમિયાન વોર્ડ નં. 10થી વોર્ડ નં. 18 સુધીના તમામ કોર્પોરેટરોને મળી તેમને સીખ આપી તેમના સુચનો સાંભળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *