સુરેન્દ્રનગરમાં રેતી ખનન કરવા માટે 5 લાખની લાંચ લેતા સરપંચના પતિ સહિત બે ઝડપાયા

રેતી ખનન કરવા દેવાના બદલામાં રૂૂ. 5,00,000ની લાંચ સ્વીકારતા ઉંટડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને ઉપસરપંચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના છટકામાં ઝડપાઈ ગયા છે. રૂૂ.…

રેતી ખનન કરવા દેવાના બદલામાં રૂૂ. 5,00,000ની લાંચ સ્વીકારતા ઉંટડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને ઉપસરપંચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના છટકામાં ઝડપાઈ ગયા છે. રૂૂ. 6,30,000ની ગેરકાયદે માંગણી સામે ગોઠવાયેલા છટકામાં લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરવામાં ACBને સફળતા મળી છે.

ઉંટડી ગામે નક્કી કરેલી જગ્યાએથી રેતી કાઢવાની મંજૂરી આપવા માટે આરોપી સંજય પ્રતાપભાઈ કમેજળીયા (ઉં.વ. 35, ધંધો: ડ્રાઇવિંગ, સરપંચના પતિ) અને સુનીલ સુભાષભાઈ કટુડીયા (ઉં.વ. 27, ઉપસરપંચ, ઉંટડી ગ્રામ પંચાયત) દ્વારા ફરિયાદી પાસે પ્રતિ ટ્રક રૂૂ. 1,000ની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીએ પ્રતિ ટ્રક રૂૂ. 100 ધર્માદા પેટે આપવાની રજૂઆત કરી હોવા છતાં, બંને આરોપીઓએ નાણાંની ઉઘરાણી ચાલુ રાખી હતી. ત્યારબાદ આરોપી સંજય કમેજળીયાએ ઉચક રૂૂ. 6,30,000ની માંગણી કરી હતી, જે રકઝક બાદ રૂૂ. 5,00,000 નક્કી થઈ હતી.

ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 21 જુલાઈ 2026ના રોજ લીંબડી હાઇવે ચાર રસ્તા પાસે આવેલા પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આયોજન મુજબ, સંજય કમેજળીયા ફરિયાદી પાસેથી રૂૂ. 5,00,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ગેરકાયદે રકમ સ્વીકાર્યા બાદ સંજયે તેના મોબાઇલ ફોન પરથી ઉપસરપંચ સુનીલ કટુડીયાને ફોન કરી નાણાં મળી ગયાનું ક્ધફર્મેશન આપ્યું હતું. બાદમાં ઘટનાસ્થળે આવી પહોંચેલા ઉપસરપંચ સુનીલ કટુડીયાની પણ અટકાયત કરવામાં આવી હતી.

બંને આરોપીઓએ રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ગુનાહિત ગેરવર્તણૂક આચરી એકબીજાને મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. આ સફળ ટ્રેપની કામગીરી સુરેન્દ્રનગર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી ACB રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા તથા ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *