ગોંડલના અનિડા પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

ગોંડલના અનિડા અને કોલીથડ વચ્ચે બાઈક ટ્રેક્ટરની ટોલી પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવકનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ…

ગોંડલના અનિડા અને કોલીથડ વચ્ચે બાઈક ટ્રેક્ટરની ટોલી પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવકનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલા વોરા કોટડા રોડ ઉપર રહેતા રવિ સુભાષભાઈ કુશવા નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને અનિડા અને કોલીથડ ગામ વચ્ચેથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો.

ત્યારે ટ્રેક્ટરની ટોલી પાછળ બાઈક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. આ ઘટના અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *