કોરાટ ચોક નજીક આઇસર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત

શહેરમાં જીવલેણ અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના કોરાટ ચોકથી શુભ ચોકડી વચ્ચે બાઈક અને…

શહેરમાં જીવલેણ અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના કોરાટ ચોકથી શુભ ચોકડી વચ્ચે બાઈક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનના વતની હાલ શહેરમાં રહી મજૂરી કામ કરતા વિનોદ રાધેશ્યામભાઈ યોગી નામનો 19 વર્ષનો યુવક સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બાઈક લઈ કોરાટ ચોકથી શુભ ચોકડી વચ્ચે ચા પીવા જતો હતો ત્યારે આઈસર સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.બનાવના પગલે આસપાસ લોકોના ટોળા એકઠા થયા હતા. ઈજાગ્રસ્ત યુવકને બેભાન હાલતમાં 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જયાં ચાલુ સારવાર દરમ્યાન યુવકે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકના એએસઆઈ જયેશ કુરીયા સહિતનો સ્ટાફે દોડી જઈ જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે આજીડેમ પોલીસે જરૂૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *