મવડીના યુવાનનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

માટેલ સોસાયટીનો યુવાન ગઈકાલે બપોરે ઘરેથી નીકળી ગયા બાદ પગલું ભરી લીધું: ઘંટેશ્ર્વર નજીક અજાણ્યા યુવાનનું ટ્રેન અડફેટે ચડી જતાં મોત: વાલીવારસોની શોધખોળ રાજકોટમાં ટ્રેન…

માટેલ સોસાયટીનો યુવાન ગઈકાલે બપોરે ઘરેથી નીકળી ગયા બાદ પગલું ભરી લીધું: ઘંટેશ્ર્વર નજીક અજાણ્યા યુવાનનું ટ્રેન અડફેટે ચડી જતાં મોત: વાલીવારસોની શોધખોળ

રાજકોટમાં ટ્રેન હડફેટે બે લોકોના મોત થયા છે. જેમાં મવડીના 27 વર્ષીય નીતિન સુદ્રાએ મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.જ્યારે બીજા બનાવમાં ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર ફાટક પાસે આશરે 30થી 35 વર્ષના યુવાનનું ટ્રેન હડફેટે મોત થતા ઓળખ કરવા પોલીસે તજવીજ કરી છે.વધુ વિગત અનુસાર,ગઈકાલે રાત્રે આસપાસ રાજકોટ જંકશન અને ભક્તિનગર રેલ્વે સ્ટેશન વચ્ચે રેલ્વેના કિમી નં.4/12 થી 4/11ની વચ્ચે આમ્રપાલી ફાટકથી આગળ મહિલા કોલેજ અંડર બ્રિજ ઉપર ચબુતરા સામે ટ્રેન હડફેટે એક યુવાન આવી ચડતા તેનું મોત નીપજ્યું હતું. ટ્રેન નંબર 59424ના ગાર્ડ રવીકુમાર વાઘેલાએ મૃતદેહ ટ્રેન મારફતે રાજકોટ રેલ્વે સ્ટેશન પર લાવેલ હતા. 108 બોલાવતા 108ના ડોકટરે મૃત્યુ જાહેર કરેલ હતું.

આ ઘટના મામલે હેડ કોન્સ્ટેબલ કે. જી. ઝાલા સહિતની ટીમે રેલવે સ્ટેશન પહોંચી જરૂૂરી કાગળ કાર્યવાહી કરી અકસ્માત મૃત્યુની નોંધ કરી મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરી હતી.દરમિયાન મૃતકના નામ અને પરિવારજનો અંગે જાણકારી મળી હતી.
પરિવારજનોને જાણ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂૂમ ખાતે દોડી આવ્યા હતા. પૂછપરછમાં ખુલ્યું હતું કે મૃતકનું નામ નીતિનભાઈ કાંતિભાઈ સુદ્રા (ઉ.27, રહે. માટેલ સોસાયટી 1, બાપાસીતારામ ચોક, આદર્શ એવન્યુ પાસે, મવડી, રાજકોટ) છે. તેં ફર્નિચરનું સુથારી કામ કરતો હતો. 2 ભાઈ, 1 બહેનમાં નાનો અને અપરણિત હતો. તેમના પિતા કાંતિભાઈ હયાત નથી.નીતિન ગઈકાલે બપોરે જમીને ઘરેથી નીકળી ગયો હતો. રાત્રે ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો.

આપઘાતના કારણથી પરિવારજનો અજાણ હોવાનું જણાવી રહ્યા છે. તેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બીજા એક બનાવમાં ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર નજીક આવેલી ફાટક પાસે ગઈકાલે રાત્રે 10.15 વાગ્યાં આસપાસ ટ્રેન હડફેટે આવી જતા આશરે 30 થી 35ના યુવાનને ઈજા થઈ હતી. 108 ઈએમટી ડોક્ટર રાહુલભાઈએ જોઈ તપાસી સ્થળ પર યુવાનને મૃત્યુ જાહેર કરેલ હતો.ગાંધીગ્રામ પોલીસને જાણ થતા રવિભાઈ વાસદેવાણી ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને જરૂૂરી કાગળ કાર્યવાહી કરી મૃત્યુદેહ પીએમ માટે ખસેડ્યો હતો. મૃતકની ઓળખ કરવા માટે અને તેના વાલી વારસની શોધખોળ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *