માંડા ડુંગર પાસેથી દેશી દારૂ ભરેલી રિક્ષા સાથે ચાલક ઝડપાયો

140 લિટર દેશી દારૂ સહિત 89 હજારનો મુદ્દા માલ કબજે રાજકોટના માંડા ડુંગર પાસે પીસીબીની ટીમે દરોડો પાડી 28000ના 140 લિટર દેશી દારૂ ભરેલી રીક્ષા…

140 લિટર દેશી દારૂ સહિત 89 હજારનો મુદ્દા માલ કબજે

રાજકોટના માંડા ડુંગર પાસે પીસીબીની ટીમે દરોડો પાડી 28000ના 140 લિટર દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે ચોટીલાના શખ્સની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે બાબતે પીસીબીએ વધુ તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના સિધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીની ટીમ શહેરમાં દારૂ-જૂગારની પ્રવૃતિને નાબુદ કરવા માટે દરોડા પાડી રહી છે. ત્યારે પીસીબીની ટીમના કુલદીપસિંહ અને વિજયસિંહ તથા યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે માંડા ડુંગર, માનસરોવર મેઈન રોડ ઉપર જૈન દેરાસર નજીકથી પીસીબીની ટીમે જીજે 3 બીએક્સ 5264 નંબરની રિક્ષાને અટકાવી હતી. આ રિક્ષામાં તપાસ કરતા રૂા. 28,000ની કિંમતનો 140 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂના જથ્થા સાથે સરધારના વતની અને હાલ ચોટીલાના સણોસરા ગામના રઘુભાઈ વજાભાઈ તલસાણિયાની ધરપકડ કરી હતી. પીસીબીની ટીમે દારૂ સહિત રૂા. 88000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દેશી દારૂ ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.

પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે. હુણ, પી.બી. ત્રાગિયા સાથે ટીમના મયુરભાઈ પાલરિયા, સંતોષભાઈ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, કિરતસિંહ ઝાલા, કરણભાઈ મારુ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિેરન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *