ગોંડલમાં કૂતરાંઓ જંગલી બન્યા, યુવતીને ઘેરી લઇ બચકાઓ ભર્યા

ગોંડલ માં છેલ્લા ત્રણ મહીનાથી બેફામ બનેલા કુતરાઓ એ આતંક મચાવી અલગ અલગ વિસ્તાર માં 1500 થી વધુ બાળકો વૃધ્ધો સહિત લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત…

ગોંડલ માં છેલ્લા ત્રણ મહીનાથી બેફામ બનેલા કુતરાઓ એ આતંક મચાવી અલગ અલગ વિસ્તાર માં 1500 થી વધુ બાળકો વૃધ્ધો સહિત લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા હોય શહેરભર માં કુતરાઓ નો ખૌફ છવાયો છે.
ગોકુળીપરા નજીક એક યુવતીને કુતરાઓ નાં ટોળાએ ઘેરી લઇ પગ અને કમર ના ભાગે બચકા ભરી લેતા યુવતી લોહીલુહાણ બની હતી.અને તુરંત સારવારમાં ખસેડાઇ હતી.જો કુતરાઓ વચ્ચે ઘેરાયેલી યુવતીને લોકોને છોડાવી ના હોત તો યુવતીની હાલત કલ્પી નાં શકાય તેવી બનવા પામી હોત.

પ્રાપ્ત વિગત મુજબ રેલ્વેસ્ટેશન પાછળ આવેલા રામનાથપરા માં રહેતા દેવેન્દ્રભાઇ અર્જુનભાઇ જોગેલ ની 18 વર્ષ ની દિકરી ઇશા ને ગોકુળીયારા નાં નાકે કુતરાઓ ની ગેંગે ઘેરી લઇ હુમલો કર્યો હતો.કુતરાઓ એ ઇશા નાં પગ અને કમરનાં ભાગે બચકાભરી ભરી કરડી ખાતા ઇશા લોહીલુહાણ થઇ હતી.કુતરાઓ થી ઘેરાયેલી ઇશાએ ચીસાચીસ કરતા આસપાસ નાં લોકો દોડી આવી કુતરાઓ નાં ટોળા માંથી તેનો બચાવ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

ગોંડલ માં દિવસેને દિવસે કુતરાઓ બેફામ બની રહ્યાછે.તો બીજી બાજુ તંત્ર તાબોટા પાડી રહ્યુછે.કુતરાઓ હવે જંગલી બની ટોળા સાથે હુમલો કરતા હોય લોકો ભયભીત બન્યાછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *