રાજુલાની સેન્ટ મેરી સ્કૂલને 10,000નો દંડ

શાળાએ ઓન રેકોર્ડ ગેરરીતિ કરતા શિક્ષણ વિભાગે પગલાં લીધા રાજુલા ના સામાજીક કર્યકર જયેશ દવે એ માહિતિ આપતા જણાવ્યું હતું કે…રાજુલા ની સેન્ટ મેરી સ્કુલ…

શાળાએ ઓન રેકોર્ડ ગેરરીતિ કરતા શિક્ષણ વિભાગે પગલાં લીધા

રાજુલા ના સામાજીક કર્યકર જયેશ દવે એ માહિતિ આપતા જણાવ્યું હતું કે…રાજુલા ની સેન્ટ મેરી સ્કુલ માં અમીતભાઈ કસવાળા ના પુત્ર ધ્યેય અને પુત્રી ધ્યાના ને સ્કૂલ ના વહિવટદાર તથા પ્રીન્સીપાલે બાળકો ની ફી વસુલવાની લાલચે સરકારી નીયમ મુજબ ઉંમર પુરી થતી ન હોવા છતા એડમીશન આપી દીધું હતુ.અને એક વર્ષ ના અભ્યાસ બાદ આ બાળકો ને ઉંમર પુરી થતી ન હોવાનું જણાવી ને બાળકો ને વાલી સાથે છેતરપીંડી આચરેલ હતી.આ અંગે ની અરજદાર અમીતભાઈ કસવાળા ની લેખિત અરજીઓ તેમજ સામાજીક કાર્યકર જયેશ દવે ની માન શિક્ષણાધિકારીશ્રી અમરેલી તેમજ ત:લુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજુલા ને મૌખીક તથા ટેલીફોનીક રજુઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા. આ અંગે જે તે સમયે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ અરજી સંદર્ભે તપાસણી કરી ને શાળા ની ઓન રેકર્ડ ગેરરીતી સાબિત થયા નો અહેવાલ જીલ્લા શિક્ષણાધિકારી ને સુપ્રત કરેલ પરંતુ જીલ્લા ના તંત્ર સાથે સ્કુલ કે સંચાલોકો સામે કોઈ કાર્યવાહી કરવા તસ્દી ન લીધી. ને અંતે થાકી હારી ને છે છે મહિના સુધી ન્યાય ન મળતાં. અરજદારે વકીલ રાખી ને શિક્ષણ તંત્ર ને લીગલ નોટીસ વકીલ મારફત ફટકારતા તંત્ર સફાળા જાગી ને હરકત માં આવ્યુ હતું.ને ધંધે લાગ્યુ હતુ.

ને તાત્કાલીક અસરથી સેન્ટ મેરી સ્કુલ રાજુલા ને કસુરવાર ઠરાવી ને દસ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ફટકારવા થી ફલિત થાય છે કે સ્કુલ ના સંચાલકો ને કર્મચારીઓ કસુરવાન છે અને શિક્ષણ તંત્રએ ને શિક્ષણાધિકારીએ પોતાને કોર્ટ માં બચાવ કરવા ના આશય થી શાળા ને દંડ કર્યો છે. પરંતુ શાળા નું રેકર્ડ તથા વાલી ને આપવામાં આવેલી ફી ની રસીદો તેમજ બાળકો એ પાસ કરેલ પરીક્ષા ની માર્કશીટો કોર્ટ માં રજુ થશે એટલે ગેરરીતી આપોઆપ બહાર આવશે…આ બધા એવીડન્સો જીલ્લા શિક્ષણાધિકારી ને રજુ કરવા છતાં અરજદાર ની અરજી ને નજર અંદાઝ કરી હતી.આ અંગે અરજાદાર અમીતભાઈ કસવાળા અને સામાજીક કાર્યકર જયેશભાઈ દવેએ જણાવ્યું હતું કે આવા અસંખ્ય વાલીઓ આ સ્કુલ માં ગેરરીતી નો ભોગ બન્યા છે પણ કોઈ ફરીયાદ નોધાવતુ નથી આગામી સમય માં આ સ્કુલ સામે આર.ટી. આઈ. કરી ને માહિતિ મેળવી ને શાળા સામે ને જીલ્લા શિક્ષણાધિકારી સામે કોર્ટમા લેખિત ફરીયાદો કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *