શિતલ પાર્ક પાસે કૂતરું આડૂ ઉતરતા રેપીડો બાઇક સ્લીપ: શિક્ષિકા ટેન્કર નીચે ચગદાઇ

શહેરના અયોધ્યા ચોક પાસે રહેતી અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતી યુવતી બપોરે નોકરી પૂર્ણ કરી રેપીડો બાઈક પર ઘર જતી હતી.ત્યારે શિતલ પાર્ક પાસે પહોંચતા…

શહેરના અયોધ્યા ચોક પાસે રહેતી અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતી યુવતી બપોરે નોકરી પૂર્ણ કરી રેપીડો બાઈક પર ઘર જતી હતી.ત્યારે શિતલ પાર્ક પાસે પહોંચતા બાઈક આડે કૂતરૂૂં ઉતર્યુ હોય જેથી ચાલક અને શિક્ષિકા સ્લીપ થયા હતા.દરમ્યાન પાછળથી આવતું ટેન્કર શિક્ષિકા પર ફરિ વળતા ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જયાં તેનું ચાલુ સારવારમાં મોત નિપજતા ગાંધીગ્રામ પોલીસે પિતા યોગેશભાઈ મગનલાલ દોશીની ફરિયાદ પરથી ટેન્કર ચાલક સામે ગુનો નોંધી પીએસઆઇ એ.બી.ઝાલાએ તપાસ આદરી છે.

વધુ વિગતો મુજબ,શહેરના અયોધ્યા ચોકમાં આવેલા રવિ ક્રિષ્ના હાઈટ્સ ત્રીજો માળ 304માં રહેતા પ્રિયંકાબેન યોગેશભાઈ દોશી ઉ.28 નામની યુવતી બપોરે અઢી વાગ્યા આસપાસ નચિકેતા સ્કૂલમાંથી પોતાની નોકરી પૂર્ણ કરી ઉપરોકત સરનામે ઘરે જવા રેપીડો બાઈક પર જતી હતી.ત્યારે શિતલ પાર્ક પાસે પહોંચતા બાઈક આડે કૂતરૂૂં ઉતર્યો હોય જેથી શિક્ષિકા તથા ચાલક રોડ પર પટકાયા હતા.દરમ્યાન પાછળથી પૂરઝડપે આવેલું ટેન્કર શિક્ષિકા પર ફરિ વળતા હાથ-પગે ગંભીર ઈજા પહોંચી હતી.

જેથી ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થતા અકસ્માત સર્જનાર નાશી છુટયો હતો.જયારે ઈજાગ્રસ્ત શિક્ષિકાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટુંકી સારવારમાં મોત નિપજયું હતું.બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, મૃતકને સંતાનમાં બે વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *