ગાંડાએ ગામ ગાંડુ કર્યુ, 100 ફૂટની ટાંકી ઉપર ચડી જઇ શોલે જેવો તમાસો

સુરતના ઉધનામાં નિર્માણાધિન 100 ફૂટની ટાંકી ઉપર ચડી જઇ એક પાગલ યુવાને શોલે ફિલ્મ જેવો તમાસો કરતા ભારે દોડધામ મચી જવા પામી હતી. લગભગ એક…

સુરતના ઉધનામાં નિર્માણાધિન 100 ફૂટની ટાંકી ઉપર ચડી જઇ એક પાગલ યુવાને શોલે ફિલ્મ જેવો તમાસો કરતા ભારે દોડધામ મચી જવા પામી હતી. લગભગ એક કલાકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ફાયરબ્રિગેડ સ્ટાફે હેવી વ્હિકલની મદદથી ‘હિરો’નું રેસ્કયું કર્યુ હતું.

સુરતના ઉધના વિસ્તારમાં પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું હોય, ક્ધસ્ટ્રકશન માટે બનાવવામાં આવેલી પાલખના માધ્યમથી આજે એક યુવક ઉપર ચડી ગયો. નીચે હાજર લોકોએ તેને નીચે ઉતરી જવા સમજાવ્યો પણ યુવક માન્ય નહીં અને 100 ફૂટ ઉપર જઈ બેસી ગયો હતો. યુવકને ટાંકી પર જઈ લોકોને શોલે ફિલ્મનો સીન યાદ આવી ગયો. ફાયરબ્રિગેડને જાણ થતા જ હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે ઘટનાસ્થળ પર પહોંચી. ફાયરનો એક જવાન ટાંકી ઉપરથી નીચે ઉતરતો ગયો. જ્યારે અન્ય એક જવાન નીચેથી પાલખ પર ચડ્યો અને મહામહેનતે યુવકને નીચે ઉતાર્યો. એક કલાક સુધી લોકો અને તંત્રને ધંધે લગાડનાર યુવક શા માટે ટાંકી પર ચડ્યો હતો તે કારણ હજી અકબંધ છે. પોલીસે યુવકને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરી છે.

ફાયર ઓફિસર નરોત્તમ ખલાસીએ જણાવ્યું કે, SMCની નવી બની રહેલી પાણીની ટાંકી પર એક અસ્થિર મગજનો યુવક ચડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઉધના ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. યુવક ટાંકીની ઉપર ગોળ ગોળ ફરી રહ્યો હતો અને અસ્થિર મગજનો હોવાથી તે શું બોલી રહ્યો હતો તેની કશી ખબર પડતી નહોતી.

સ્થળ પર હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવવામાં આવ્યું હતું અને ફાયરમેન તેમજ માર્શલ ઉપર પહોંચ્યા હતા. જ્યારે નીચે થી એક જવાન ઉપર ચડતો હતો. જો યુવક અચાનક નીચે કૂદી પડે તો તેને બચાવી શકાય તે માટે નીચે જાળી પકડીને ફાયરના જવાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા.ઉપર પહોંચેલી ટીમે એક જવાનને દોરડા વડે બાંધીને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની કામગીરી કરી હતી. ત્યારબાદ યુવક નીચે ઉતરવા લાગ્યો હતો. ફાયર ફાઇટરોની સૂઝબૂઝ અને સતર્કતાના કારણે માત્ર એક જ કલાકના ટૂંક સમયમાં આ આખું રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *