ગુજરાત
મંત્રીમંડળના ફેરફારને મોદી મારશે મતું?
રાત્રે રાજભવનમાં ભાજપ સરકાર અને સંગઠનના નેતાઓ સાથે બેઠકમાં અંતિમ સ્વરૂપ અપાયાની ધારણા
વડાપ્રધાન મોદી ગઈકાલથી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે વધુ એક વખત ગુજરાતના પ્રધાન મંડળમાં ફેરફાર અને ઉચ્ચ અધિકારીઓની બદલીની અટકળો વહેતી થઈ છે. ગઈકાલે રવિવારે વડાપ્રધાન મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ એરપોર્ટથી વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેવાના બદલે સીધા જ રાજભવન પહોંચી જતાં અને ગુજરાત સરકાર તથા સંગઠનના ટોચના નેતાઓ સાથે મુલાકાત યોજતા ફરી એક વખત ગુજરાતના પ્રધાન મંડળમાં ફેરફારો તોળાઈ રહ્યાની અટકળો વહેતી થઈ છે.
ગઈકાલે વડાપ્રધાન મોદીનો એરફોર્સ સ્ટેશનની મુલાકાતનો કાર્યક્રમ અગાઉથી નક્કી કરાયેલ હતો અને તેમને અમદાવાદ એરપોર્ટથી વડસર લઈ જવા માટે હેલીકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ કરી વડાપ્રધાન સીધા જ રાજભવન પહોંચ્યા હતાં. સુત્રોના પહેવા મુજબ રાજભવનમાં મોડી રાત સુધી ભાજપના પ્રદેશ નેતાઓ અને સરકારના મુખિયાઓ સાથે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. આ બેઠકોમાં મહદઅંશે મંત્રી મંડળના ફેરફારો તેમજ ટોચના પોલીસ અધિકારીઓની બદલી અંગે ચર્ચા થયાનું માનવામાં આવે છે.
સુત્રોના કહેવા મુજબ વડાપ્રધાનની હાજરીમાં પ્રધાનોના ખાતા બદલવાથી માંડી કેટલાક પ્રધાનોને છુટા કરવા અને કેટલા પ્રધાન નવા લેવા ? તે અંગે ચર્ચા થયેલ છે તે જોતા આગામી દિવસોમાં ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ આવે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે.
ગુજરાત
અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી છે. મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી. આ ઘટનાને લઇને પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા ડબ્બામાં પેસેન્જરોને બેસાડવામાં આવ્યા હતા. બાદમાં ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લાવવામાં આવી હતી. જ્યાં ફાયર વિભાગે આગ કર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ લાગતાં અફરાતફરી સર્જાય હતી. અંકલેશ્વરથી ભરુચ તરફ આવી રહેલી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં સિલ્વર બ્રિજ પહેલાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આગના પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
ગુજરાત
દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં
સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિર પણ પૌરાણિક મહત્તા ધરાવતું હોય, ભારતના રક્ષિત સ્મારકોમાં તે સમાવિષ્ટ છે. અહીં આવેલા મંદિરમાં અદભૂત શિલ્પ સ્થાપત્ય જોવા મળતું હોવાથી યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે મોટી સંખ્યામાં શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરના અનન્ય શિલ્પ સ્થાપત્ય નિહાળી અભિભૂત થતા હોય છે.
કમનસીબે અહીં દરિયાઈ ખારાશવાળા વિસ્તારમાં હોવાના લીધે તેમજ અપૂરતી જાળવણીને લીધે આ મંદિરની કોતરણીમાં કંડારાયેલા શિલ્પ સ્થાપત્યનો ખજાનો પત્થરો ખવાઈ જવાના કારણે જીર્ણ થતો જાય છે. આ અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે સબંધિત તંત્ર દ્વારા તાકીદે નક્કર પગલા લેવાય તેવી કલાપ્રેમીઓની માંગ છે.
ક્રાઇમ
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
- ચાર શખ્સો ઝબ્બે: એલસીબી પોલીસની કાર્યવાહી –
ખંભાળિયા પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ અને દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લાલપુર રોડ પરથી ગતરાત્રે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા ભરત દેવાયત કરમુર (ઉ. 22), કલ્યાણપુરના વીરપર ગામના કાર્તિક દેવાણંદ ચાવડા (ઉ. 20), કરણ વીરાભાઈ સોલંકી (ઉ. 20) અને જામનગરમાં પ્રણામી ટાઉનશિપ ખાતે રહેતા વિજય કેશુર ગોજીયા (ઉ. 20) નામના ચાર શખ્સોને જી.જે. 10 ડી.જે. 1118 નંબરની એક્સ.યુ.વી. કારમાંથી વેચાણ અર્થે લઈ આવેલા વિદેશી દારૂની 42 બોટલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 15,372 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 42 બોટલ તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સાથે સહી કુલ રૂપિયા 3,15,372 નો મુદ્દામાલ કબજે કરી, તમામની વિધિવત રીતે અટકાયત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
-
ધાર્મિક18 hours ago
આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી
-
ગુજરાત17 hours ago
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત
-
ક્રાઇમ11 hours ago
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
-
ગુજરાત12 hours ago
સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય
-
ક્રાઇમ12 hours ago
Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
-
ગુજરાત11 hours ago
ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
-
ગુજરાત11 hours ago
આધેડનો કમળપૂજાનો પ્રયાસ
-
ગુજરાત11 hours ago
1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી