જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતી મુદ્દે તકરાર

જામનગરમાં ખંભાળિયા બાયપાસ પાસે મધુવન બંગ્લોઝમાં રહેતા બે વેપારી મિત્રો વચ્ચે પૈસાની લેતીદેતીના મામલે તકરાર થઈ હતી, અને એક એગ્રો ના વેપારી ઉપર તેનાજ મિત્રએ…

જામનગરમાં ખંભાળિયા બાયપાસ પાસે મધુવન બંગ્લોઝમાં રહેતા બે વેપારી મિત્રો વચ્ચે પૈસાની લેતીદેતીના મામલે તકરાર થઈ હતી, અને એક એગ્રો ના વેપારી ઉપર તેનાજ મિત્રએ કુહાડીના ચાર પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ઇજાગ્રસ્ત બન્યા છે, અને વેપારી હાલ જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે હુમલાના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ હુમલાના બનાવ અંગેની વિગતો એવી છે કે જામનગરમાં ખંભાળિયા બાયપાસ રોડ પાસે મધુવન બંગલોઝમાં રહેતા અને એગ્રોની દુકાન ચલાવતા દેશૂરભઈ કરસનભાઈ ભાટિયા નામના 39 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર કુહાડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ મિત્ર નગાભાઈ જગાભાઈ કરમુર સામે ફરિયાદ નોંધાવી છે. જેઓને હાથમાં, કોણીમાં આંગળીમાં કુહાડીના ઘા વાગ્યા હોવાથી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને કુલ છ ટાંકા લેવા પડ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરિયાદીએ પોતાના મિત્ર એવા નગાભાઈને સંબંધ આવે અગાઉ 95 લાખ રૂૂપિયા આપ્યા હતા,7 જે રૂૂપિયા પરત કરતા ન હોવાથી તેની સામે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. જોકે પાછળથી રકમ પરત ચૂકવી દીધી હતી’ પરંતુ તે વાતનું મનદુ:ખ રાખીને ગઈકાલે કુહાડી વડે હીંચકારો હુમલો કરી દેતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *