સિક્કાની આંગણવાડીમાં મહિલા કર્મચારીના મોત પાછળ સુપરવાઇઝરના ત્રાસનો આક્ષેપ

જામનગર તાલુકા પંચાયત હસ્તક ના સિક્કા ગામ ની આંગણવાડી માં કામ કરતી મહિલા નું મૃત્યુ નીપજતાં ભારે ચર્ચા જાગી છે. તાજેતર માં તેણી એ બાળક…

જામનગર તાલુકા પંચાયત હસ્તક ના સિક્કા ગામ ની આંગણવાડી માં કામ કરતી મહિલા નું મૃત્યુ નીપજતાં ભારે ચર્ચા જાગી છે. તાજેતર માં તેણી એ બાળક ને જન્મ આપ્યો હતો. સુપર વાઈઝર ના ત્રાસ ના કારણે તેઓ માનસિક ચિંતા માં હતા. પરિણામે મહિલા નું મૃત્યુ થયા નો પણ આક્ષેપ થયો છે. હાલ તો સમગ્ર પ્રકરણ ની તપાસ.ચલાવાઈ રહી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામ માં આંગણવાડી વર્કર તરીકે કામ કરતા લીલાબેન નામના મહિલાનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તાજેતરમાં જ તેણીએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે તેમના મૃત્યુ અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક સાથી કર્મચારી ઓ દ્વારા એવો આક્ષેપ કર્યો છે કે પોતાના સુપરવાઇઝર દ્વારા કામ બાબતે સતત ત્રાસ આપવામાં આવતો હતો.અને તેના માનસિક ત્રાસ અને સતત કામ ના ભારણ ના કારણે લીલાબેન નું મૃત્યુ થયુ છે.

સીડીપીઓ ગ્રામ્ય ઘટક – 2 , પ્રગતિબેન છાત્રોલા ના જણાવ્યા મુજબ સ્ટાફ માં સામાન્ય બાબતે વિવાદ ચાલતો હતો.અને મુખ્ય સેવિકા ભાનુબેન જાદવ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો તેવી ફરિયાદ મળતા બે દિવસ પહેલા મતભેદ અંગે સમાધાન નો પણ પ્રયત્ન કર્યો હતો.મૃત્યુ પામનાર લીલાબહેન દ્વારા સગર્ભાવસ્થા માટે ની રજા ની માંગણી કરવામાં આવી હતી. અને છેક સુધી ફરજમાં જ હતા.કદાચ તેઓ પ્રસૂતિ પછી એક સાથે છ માસ ની રજા મેળવવા માંગા હોય શકે. હાલ તો સમગ્ર પ્રકરણ અંગે ઉપરી અધિકારી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *