‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમમાં પણ નારાજગીનો પડઘો, ટિકિટમાં કપાયેલા મોટાભાગના ગેરહાજર

પ્રદેશ પ્રમુખની હાજરી છતાં ખુરશીઓ ખાલી! રાજકોટમાં ટિકિટ ફાળવણીના મુદે ભાજપમાં બહાર આવેલા આંતરીક અસંતોષનો પડઘો ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માની હાજરીમાં યોજાયેેલ…

પ્રદેશ પ્રમુખની હાજરી છતાં ખુરશીઓ ખાલી!

રાજકોટમાં ટિકિટ ફાળવણીના મુદે ભાજપમાં બહાર આવેલા આંતરીક અસંતોષનો પડઘો ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માની હાજરીમાં યોજાયેેલ ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમમાં પણ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઉપરાંત શહેર ભાજપના પ્રભારી સહીતના નેતાઓ હાજર હોવા છતાં પૂર્વ મેયરને બાદ કરતા જે પુર્વ કોર્પોરેટરોની ટિકિટ કપાઇ છે તે પૈકીના સ્ટેન્ડીંગ કમીટીના પુર્વ ચેરમેન જયમિન ઠાકર સહીત 45થી વધુ આગેવાનો ગેરહાજર રહ્યા હતા.

આ ઉપરાંત નિરાશા અને નારાજગીના કારણે કાર્યકરોની સંખ્યા ખુબ પાંખી હોવાથી પાછળની ખુરશીઓ પણ ખાલી જોવા મળી હતી. ખાલી ખુરશીઓ જોઇને એક ધારાસભ્યએ શહેર ભાજપ પ્રમુખને ટોણો માર્યો હતો કે પ્રમુખ સાહેબ ખુરશીઓ ખાલી રહે નહીં તે જોવાની જવાબદારી તમારી છે. ધ્યાન રાખો…

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરૂૂધ્ધભાઈ દવે પણ હાજર રહ્યા હતા. રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવભાઈ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન રાજકોટના બહુમાળી ભવન પાસે આવેલ વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે રાજકોટ મહાનગરપાલિકાનો વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવેલ હતું આ તકે લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂૂપાલા, રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, મહામંત્રી મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજા સહિત પ્રદેશ આમંત્રીત કારોબારી સભ્યો, વિશેષ કારોબારી સભ્યો સહિત તમામ પણ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *