ધોરાજીના ટ્રાન્સપોર્ટરને વ્યાજના ચક્રમાં ફસાવી રૂપિયા 2 લાખના 4 લાખ પડાવ્યા છતાં ધમકી

ધોરાજીના ટ્રાન્સપોર્ટરને વ્યાજખોરોએ ત્રાસ આપી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટ્રાન્સપોર્ટરે ધંધાકીય જરૂૂરિયાત માટે માત્ર રૂૂપિયા બે લાખ વ્યાજે લીધા બાદ બે વ્યાજખોરોએ દૈનિક…

ધોરાજીના ટ્રાન્સપોર્ટરને વ્યાજખોરોએ ત્રાસ આપી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટ્રાન્સપોર્ટરે ધંધાકીય જરૂૂરિયાત માટે માત્ર રૂૂપિયા બે લાખ વ્યાજે લીધા બાદ બે વ્યાજખોરોએ દૈનિક ધોરણે કટકે-કટકે કુલ રૂૂપિયા 4,28,000 પડાવી લીધા હોવા છતાં પણ સંતોષ ન માનતા વ્યાજખોરોએ કોરા ચેક પર સહીઓ કરાવી, ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી આપતા ધોરાજી પોલીસ મથકમાં વિધિવત રીતે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરાજીના જુના ઉપલેટા રોડ પર આવેલ રાખોલીયા વાડી વિસ્તારમાં રહેતા અને ક્રિષ્ના ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા સાગરભાઈ બાવનજીભાઈ વિરડાએ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં મૌસીનભાઈ હારૂૂનભાઈ ગરાણા અને ફેસલભાઈ અમીનભાઇ પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે. ગત જાન્યુઆરી માસમાં સાગરભાઈને પોતાના ટ્રાન્સપોર્ટના ધંધાના વિકાસ માટે તાત્કાલિક નાણાંની જરૂૂરિયાત ઊભી થઈ હતી. આ દરમિયાન, એક મધ્યસ્થી મારફતે તેમનો સંપર્ક ધોરાજીના સ્થાનિક વ્યાજખોરો મૌસીનભાઈ હારૂૂનભાઈ ગરાણા અને ફેસલભાઈ અમીનભાઇ પઠાણ સાથે થયો હતો. વ્યાજખોરોએ દરરોજના 4,000 રૂૂપિયા વ્યાજ આપવાની આકરી અને ગેરકાયદેસર શરતે ફરિયાદીને રૂૂપિયા 2,00,000 વ્યાજે આપ્યા હતા, જેના બદલામાં ગેરંટી તરીકે એચ.ડી.એફ.સી. અને કોટક મહેન્દ્રા બેંકના ચાર કોરા ચેક પડાવી લીધા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાગરભાઈએ ગત તા. 13/01/2026 થી 29/0/206 સુધી સતત ગુગલ પે ડિજિટલ ટ્રાન્ઝેક્શન તેમજ રોકડા સ્વરૂૂપે દૈનિક 4,000 લેખે કુલ રૂૂપિયા 4,28,000 વ્યાજ પેટે ચૂકવી દીધા હતા. ત્યારબાદ ધંધામાં મંદી આવતા અને બેંકમાંથી લોન મંજૂર ન થતા તેઓ વધુ નાણાં ચૂકવવામાં અસમર્થ બન્યા હતા. ફરિયાદીએ પોતાની સગવડ ન હોવાથી મૂળ મુદ્દલ પેટે એક લાખ રોકડા આપી પોતાના આપેલા ચેકો પરત માગ્યા હતા. જો કે, બંને આરોપીઓએ દાનત બગાડીને જણાવ્યું હતું કે ’અમે બંને અલગ છીએ અને તેં અલગ અલગ પૈસા લીધા છે, તારે હજુ અમને આઠ લાખ રૂૂપિયા આપવાના નીકળે છે’.

આરોપીઓએ ફરિયાદીના કોરા ચેકમાં ખોટી રીતે પાંચ લાખની રકમ ભરી બેંકમાં જમા કરાવી ચેક રિટર્ન કરાવી કાયદાકીય કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ અગાઉ ડરાવી-ધમકાવીને 300 રૂૂપિયાના સ્ટેમ્પ પેપર પર ત્રણ લાખ ઉછીના લીધા હોવાનું ખોટું લખાણ પણ કરાવી લીધું હતું. વ્યાજખોરોના અમાનુષી ત્રાસ અને પરિવારને જાનથી મારી નાખવાની સતત મળતી ધમકીઓના કારણે ફરિયાદી ભારે ભયના ઓથાર હેઠળ જીવતા હતા, અંતે ફરિયાદ નોંધાવતા ધોરાજી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *