રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલની અંદર કોરોના વાયરસની લહેરને લઈને તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી છે. હાલ પણ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારવાર આપવા માટેની સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું સજ્જ પણ જણાઈ આવ્યું છે.
ધોરાજીની આ સિવિલ હોસ્પિટલમાં રેગ્યુલર દિવસોમાં ધોરાજી તેમજ આસપાસના તાલુકા પંથકના દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હોય છે. જ્યારે આ હોસ્પિટલની અંદર અગાઉ આવી ચૂકેલી કોરોનાની લહેરોમાં પણ અહીં આવતા દર્દીઓને સ્થાનિક લેવલે જ સારવાર મળી રહેતી હતી.
ધોરાજી સરકારી હોસ્પિટલમાં સુવિધાઓની જો વાત કરવામાં આવે તો, ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ વિભાગ તૈયાર જોવા મળ્યો છે. જેમાં 10 જેટલા બેડ પણ હાલ તૈયાર હોવાની વિગતો સામે આવી છે. અહીં કોરોનાના દર્દીઓ માટેની પણ મેડિકલની સુવિધાઓ તેમજ સંશોધન હાલ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયનએ જણાવ્યું હતું કે, જ્યારે અગાઉની લહેરોમાં પણ હોસ્પિટલ તંત્ર તેમજ સ્ટાફ તરફથી દર્દીઓને નજીકમાં તમામ પ્રકારની સેવાઓ અને સારવાર મળી રહે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત જ્યારે કોરોનાની સંભવીત લહેર આવશે ત્યારે પણ હોસ્પિટલ સ્ટાફ તેમજ તંત્ર દર્દીઓને સારવાર આપવા માટે સજ્જ છેરાજ્યભરમાં કોરોનાનો પગ બેસાડો વધી રહ્યો છે તે વચ્ચે ડબલ ઋતુઓના લઈને દર્દીઓમાં વાયરલ ઇન્ફેક્શન પણ જોવા મળી રહે છે હાલ હોસ્પિટલમાં 500 થી વધુ ઓપીડી જોવા મળી રહી છે જેમાં વહેલી સવારથી દર્દીઓનો લાઈનો લાગી હોય છે..
ડોક્ટરો દ્વારા સાવચેતીના પગલે અપીલ કરવામાં આવે છે જેમાં બહારની વસ્તુ ખાવાનું આગ્રહ ટાળવો જોઈએ તેમજ દર્દીઓને ગરમ પાણી અને જરૂૂરી જણાય તો ડોક્ટરો પાસે નિદાન કરાવવાની અપીલ કરેલી છે. જેમાં ડોક્ટરના જણાવ્યા અનુસાર પ્રથમ લક્ષણો કે શરદી થવી નાકમાં પાણી વહેવું ઉધરસ જેવું લાગે તો ડોક્ટર પાસેથી દવા લેવી અને ખાસ ચેપ ના લાગે એ માટે માસ્ક પહેરવુ.
ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એમડી ડોક્ટર કાર્ડિયોલોજિસ્ટ સહિતના સ્ટાફ હાલ ખડે પગે છે તેમજ જો સંભવિત કોઈ અસર જોવા મળશે તો ડોક્ટર પોતાની ફરજ ઉપર નૈતિકતાથી કામ કરશે તેવું જણાવ્યું છે ને સાથે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે ને ઓક્સિજન સહિતની જથ્થો સહિત અનામત કરવામાં આવ્યો..
