ધોરાજી સિટી પોલીસે બળાત્કાર તથા પોકસોના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો

પોલીસે ધોરણસરની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડ્યો હતો. આ કામના આરોપી હનીફ નીયાજુભાઇ ફકીર રહે, ધોરાજી, શહેજાદાપીરની દરગાહ પાસે,…

પોલીસે ધોરણસરની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી

આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડ્યો હતો. આ કામના આરોપી હનીફ નીયાજુભાઇ ફકીર રહે, ધોરાજી, શહેજાદાપીરની દરગાહ પાસે, જી.રાજકોટ વાળાએ ફરીયાદીની બાર વર્ષથી નાની ઉમરની (સગીર વયની) દિકરીને ધમકાવી તેની સાથે મરજી વિરૂૂધ્ધ બળજબરીથી અવાર નવાર શરીર સબંધ બાંધી જો તું કોઈને વાત કરીશ તો તને મારી નાખીશ.” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો આચરેલ હોય જે અંગેની ફરીયાદ ભોગબનનારના વાલીએ જાહેર કરતા અંત્રેના ધોરાજી સીટી પો.સ્ટે.માં ગુ.ર.નં.112130 10260098/2026 ભારતીય ન્યાય સહિતા-2023 ની કલમ 64(2) બાઇ, 64(2)એમ. 65(2).351(3)તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 ની કલમ 6 મુજબ મુજબનો ગુનો ગઈ તા.15/02/2026 ના રોજ જાહેર થયેલ હોયઆ ગુનાના કામની ગંભીરતા લઇ રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય. રાજકોટ તથા મદદનીશ પોલીસ અધીક્ષક સિમરન ભારદ્રાજ ધોરાજી વિભાગ, ધોરાજી નાઓએ આ કામના આરોપીને શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પી.ઇન્સ કે એસ.ગરચરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પો.સબ.ઇન્સ આર.બી. બલદાણીયા નાઓ સ્ટાફ સાથે આરોપીની તપાસમાં હતા તે દરમ્યાન ટેકનીકલ તથા હ્યુમન સોર્સની મદદથી આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ગુનાના કામે ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *