CSKમાંથી ધોનીની વિદાયનો પ્લાન ફાઇનલ, ટીમના સંકેત

ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વાર ચેમ્પિયન બનાવનાર દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની માટે આઈપીએલમાંથી સંન્યાસનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે. ધોની છેલ્લી સિઝનમાં સીએસકે માટે અનકેપ્ડ…

ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વાર ચેમ્પિયન બનાવનાર દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની માટે આઈપીએલમાંથી સંન્યાસનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે. ધોની છેલ્લી સિઝનમાં સીએસકે માટે અનકેપ્ડ પ્લેયર તરીકે મેદાને ઉતર્યો હતો. છેલ્લી બે સિઝનથી ધોનીના સંન્યાસની અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ આઈપીએલ 2026માં CSKએ તેના ફેરવેલ માટે તમામ તૈયારી કરી લીધી છે.

જો કે, ધોનીના એક્ઝિટ પ્લાન માટે સીએસકેને ભારે કિંમત પણ ચૂકવવી પડી છે. ધોનીના રિટાયર્મેન્ટ પછી તેના બેકઅપ માટે સીએસકે એ 32.50 કરોડ રૂૂપિયા ખર્ચ્યા છે. CSK તરફથી હાલ ધોનીના સંન્યાસને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે રીતે ફ્રેન્ચાઈઝીએ ઓક્શનમાં ખરીદી કરી તેનાથી એવા સંકેત મળી રહ્યાં છે કે, તેની નિવૃત્તિ લગભગ નક્કી છે, પરંતુ સારી વાત એ છે કે, ધોની આઈપીએલ 2026માં મેદાન પર ઉતરશે.

44 વર્ષના ધોનીના ફેરવેલ માટે CSKએ ખાસ તૈયારી કરી છે. CSKએ પોતાના પૂર્વ કેપ્ટનને ફેરવેલ આપવા માટે આઈપીએલ 2026માં એક નહીં, પરંતુ ત્રણ ત્રણ વિકેટકીપરને ટીમમાં સામેલ કર્યા છે. તેમાં સંજુ સેમસન, કાર્તિક શર્મા, જેને આઈપીએલ મિની ઓક્શનમાં સીએસકેએ 14.20 કરોડમાં ખરીદ્યો અને ઉર્વિલ પટેલને ટીમે 30 લાખની બેઝ પ્રાઇઝ પર રિટેન કર્યો છે. આ ત્રણેય વિકેટકીપર બેટ્સમેન સીએસકે માટે ભવિષ્યમાં ધોનીની જગ્યા લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *