આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક વધુ ફાઈનલ મુકાબલો થવા જઈ રહ્યો છે એશિયા કપ અંદર 19 ના ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન પહોંચતા ફરી બંને કટ્ટર હરીફો એકબીજાની સામે ટકરાશે.
ગઈકાલે દુબઈમાં રમાયેલા ભારત અને શ્રીલંકા વચ્ચેના સેમિફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટે પરાજય આપ્યો હતો જ્યારે પાકિસ્તાને પણ બાંગ્લાદેશની ટીમને આઠ વિકેટે પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આમ તો ભારત અને પાકિસ્તાનની અંડર 19 ની ટીમ લીગ મેચમાં પણ એકબીજાની સામે ટકરાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાનને સજ્જડ પરાજય આપ્યો હતો. પાનલ મેચમાં પણ ભારત હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે જોકે પાકિસ્તાનની ટીમને પણ સહેલાઈથી લઈ શકાશે નહીં કારણ કે તેમની ટીમના કેટલાક ખેલાડીઓનું પર્ફોર્મન્સ પણ શાનદાર રહ્યું છે. જોકે ભારતના કેપ્ટન આયુષ મહાત્રે અને વૈભવ સૂર્યવંશી ટોપ ફોર્મ માં ચાલી રહ્યા છે.
એક વખત આ બંને બેટ્સમેનોનું બેટ ચાલી જશે તો પાકિસ્તાનને આ મેચ જીતવો મુશ્કેલ નહીં પરંતુ અશક્ય બની રહેશે. ઉપરાંત એરોન જ્યોર્જ અને વિહાન મલ્હોત્રા પણ ફોર્મમાં છે બલ્કે આ બંને ખેલાડીઓએ જ ભારતને શ્રીલંકા સામે સેમી ફાઇનલમાં વિજય અપાવ્યો હતો. બીજું બાજુ પાકિસ્તાનની ટીમ ન સમીર મિન્હાસ અને ઉસ્માન ખાન ફુલ ફોર્મમાં છે.બીજી બાજુ અબ્દુલ સુભાન જેવા બોલરો પણ છે જે ભારત માટે એક ચેલેન્જ ઊભી કરી શકે છે.
