જામજોધપુરના મેઘપરમાં ગૌચર જમીનમાંથી ખનન કરનાર સામે કડક કાર્યવાહીની માંગ

એન.ટી.પી.સી. કંપની દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વગર સરકારી જમીનમાંથી માટી ખોદી બારોબાર વહેંચી નાખવાનો સરપંચનો આક્ષેપ જામજોધપુર તાલુકાના મેઘપર ગામે એન . ટી. પી, સી.…

એન.ટી.પી.સી. કંપની દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વગર સરકારી જમીનમાંથી માટી ખોદી બારોબાર વહેંચી નાખવાનો સરપંચનો આક્ષેપ

જામજોધપુર તાલુકાના મેઘપર ગામે એન . ટી. પી, સી. કંપની દ્વારા સરકારી ખરાબાની પડતર જમીન રેવન્યુ સર્વે નં-151 રેવન્યુ સર્વે નં 258 નિયમ વિસદ્ધ પવનચકી ઉભી કરવામાં આવી રહી છે ગૌચર જમીન સર્વે નંબર -2 ઉપરથી કંપની ના વિશાળ કાય વાહનો ની અવર જવર થઈ રહી છે ગ્રામ પંચાયતની મંજૂરી પણ લેવામાં આવેલ નથી ગૌચર ની જમીન પર વિશાળ વાહનની અવર જવર રહ્યા કરે છે અને વારંવાર અકસ્માત સર્જાવાનો ભયરહે છે એન ટી. પી.સી. કંપની દ્વારા પવન ચકી માટે મોટા ખાડા કરવામાં આવે છે અને જમીનનું ખનન કરે છે.

તેમજ સરકારી ખરાબામાં જમીન ખોદી માટી બારોબાર વહેચી નાખે છે સરકારી જમીન પર અબજો રૂૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. ગ્રામ પંચાયત કે ગ્રામ સભાનો કોઈપણ જાતનો ઠરાવ લેવામાં આવેલ નથી તલાટી મંત્રી કેસરપંચ સાથે આ બાબતે કોઈ એગ્રીમેન્ટ થયેલ નથી કંપની દ્વારા ગુંડાઓ સાથે રાખી પોલીસ તેમજ પ્રસાશને રૂૂપિયા આપી રજુઆત સાંભળવા ને બદલે ધાક ધમકીઓ અપાઈ છે સરપંચ દ્વારા રજૂઆત કરતા ગુંડા રાખી સ્થળ ઉપર ચાલ્યા જવા ની ધમકી અપાઈ છે એન .સી પી કંપની થી લોકો થર થર ધ્રુજે છે પોલીસ ને સાથે રાખી ખોટા કેશ કરી ફસાવી દેવાની ધમકી અપાઈ છે.

તેમજ લોકોની દરકાર કર્યા વગર તેમજ બેરીકેટ રાખ્યા વિના ટોટા ફોડવામાં આવે છે ટોટા ફોડવાથી પથ્થરો ઉડે છે જે પશુ ઢોર તેમજ માનવ માટે જીવલેણ રહે છે તેમજ 20થી 30 ફુટ ઉંડા ખાડામાં પશુ ઓ પડી જવાનો ભય રહ્યા કરે છે. ડી. એલ. આર દ્વારા દિશા હક્ક નકી ના થાય ત્યાં સુધી સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ નાથાય ત્યાં સુધી આ કામગીરી સંપુણ બંધ રાખવામાં આવે કંપની દ્વારા નીતી નિયમોનો છેડ ચોક ઉલા ળીયો થઈ રહ્યો છે, ગેરકાયદેસર ખનન અને માટી ચોરી થાય છે રજુઆત કરવાજતા ગુંડાઓ અને પોલીસ નો સહારો લઈ ધાક ધમકીઓ અપાતી હોય જેમને પગલે મેધપરના સરપંચ ભીખુભાઈ શીલુ દવારા આ અંગે કડક કાર્યવાહી ની માંગ સાથે મુખ્યમંત્રી કલેક્ટર શ્રી જીલ્લા પોલીસ વડા તેમજ મહેસુલ વિભાગને લેખિત રજુઆત કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *