રાજ્યમાં વધુ એક હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. સુરેન્દ્રનગર નાં થાનગઢમાં એક ગાયનેક હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપો વચ્ચે પ્રસુતા મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની વાત સાથે મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે.
મળતી વિગતો પ્રમાણે થાનગઢની મા ચામુંડા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. પરિવારજનોએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે વિનુબેન પનારાને નોર્મલ ડિવિલરી કહીને સિઝેરિયન કરી દેવામાં આવ્યું અને તેમા બેદરકારી રહેતા હાલ અમદાવાદ ખાતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે.
વધુમાં પરિવારે આક્ષેપ કર્યો છે કે ઘર કામ કરતી પ્રસુતાની દવા પૂર્ણ થઈ જતા પરિવાર ખાનગી હોસ્પિટલમાં લઇ ગયેલ જ્યાં સારવાર અર્થે દાખલ કરી , પ્રસુતાની ડિલિવરીનો સમય હજી બાકી હોવા છતાં પણ હોસ્પિટલ દ્વારા તેને દાખલ કરવામાં આવી, ત્યારબાદ પરિવારજનોને નોર્મલ ડિવિલરી કહીને સિઝેરિયન કરી દેવામાં આવ્યું હતું.સિઝેરિયન બાદ પ્રસુતાની તબિયત લથડી પડી જે અંગે 24 કંલાકે જણાવ્યું કે હવે કેશ બગડ્યો છે અમારા હાથમાં નથી તમે બીજા દવાખાને લઈ જાવ જેથી ચીંતાગ્રસ્ત પરિવારજનો પહેલા પ્રસૃતાને સુરેન્દ્રનગર અને બાદમાં અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડેલ છે હાલ તબીયત ગંભીર અને નાજુક છે.
જેની પાછળ તબીબની બેદરકારીનો ગંભીર આક્ષેપ સાથે ડોક્ટર વિરૂૂદ્ધ પોલીસમાં ગુનો દાખલ લેખિત આપતા પોલીસે હાલ અરજી લઇ કંઇ બની જાય તો આગળ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળેલ છે .
ચોટીલા થાનગઢ સહિતનાં વિસ્તારોમાં મોટી ડીગ્રીઓ ધરાવતા નામના બોર્ડ સાથે બિલાડીના ટોપની માફક હોસ્પિટલ અને દવાખાનાઓની હાટડીઓ આડેધડ ખુલી ગયેલ છે ખરેખર જેઓના નામ હોય છે તે ડોક્ટરો ને બદલે અન્ય તબીબો સારવાર કરતા હોવાનું કહેવાય છે.
ક્ષમતા વગરનાં સારવાર કરવાથી અનેક વખત ન બનવાની ઘટનાઓ બનતી હોય છે. નાણાના જોરે આવી ઘટનાઓને દબાવી દેવામાં આવતી હોવાનું પણ કહેવાય છે આરોગ્ય વિભાગની નબળાઈઓ અને અધિકારીઓની રહેમનજર હોવાથી લોકોનાં જન આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
થાનગઢની ખાનગી હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારી અંગે સમગ્ર બીના વર્ણવતી અરજી રાજ્યનાં મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ સુધી કરી સમગ્ર મામલે તપાસ અને ન્યાયની માંગ ભોગબનનારનાં પરિવારજનોએ કરતા પંથકના ખાનગી તબીબ જગતમાં ફફડાટ સાથે મામલો ચર્ચાસ્પદ બન્યો છે.ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક વખત હોસ્પિટલોની બેદરકારીના બનાવો સામે આવ્યાંની ઘટનાઓ બનેલ છે. પરંતુ આરોગ્ય વિભાગની કોઇ કારણોસર કડક કાર્યવાહી, તાત્કાલિક તપાસ અને પગલા ભરવામાં ઢીલાશને કારણે સામાન્ય પ્રજાને મોટી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હોવાનું કહેવાય છે. ત્યારે આ મામલે આરોગ્ય વિભાગનાં અધિકારીઓ દ્વારા કેવા પગલા લેવાય છે તે તરફ સૌની મીટ મંડાયેલ છે.
