શાસકો અને અધિકારીઓના મનઘડત નિર્ણયે અનેક મધ્યમ વર્ગિય મિલકત ધારકોને દેવામાં ડૂબાડ્યા
મહાનગરપાલિકા દ્વારા વર્ષો બાદ મધ્યમ વર્ગિય આસામીઓ માટે વ્યાજમાફી યોજના શરૂ કરવામાં આવી છે. જેને જબરો પ્રતિસાદ સાંપડ્યો છે. પરંતુ અત્યાર સુધી ચાલુ રહેલ ચડતર વેરા બિલની હપ્તા સીસ્ટમ યોજનાનો લાભ લેનાર મિલકત ધારોકોને વ્યાજમાફી યોજનાથી બાકાત રખાતા દેકારો બોલી ગયો છે. હપ્તા સીસ્ટમ યોજના ઘણા સમયથી ચાલુ હતી પરંતુ શાસકો અને અધિકારીઓએ વગર વિચારીયે મનધડક નિર્ણય લઇ વ્યાજમાફી લેવી હોય તો હપ્તા સીસ્ટમનો લાભ નહીં મળે તેવો ફતવો જાહેર કરતા નાના મિલકત ધારોકે ફરી વખત દેવુ ભરવામાં નિષ્ફળ નિવડશે તેવી લાગી રહ્યુ છે.
મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમથી નાના મિલકતો ધારકો માટે ચડતર વેરા બિલ ફરપાઇ કરી શકે તે માટે હપ્તા સીસ્ટમ શરૂ કરી છે. કોઇ પણ અરજદાર હપ્તા સીસ્ટમનો લાભ લઇ પ્રથમ હપ્તો ભરે ત્યારથી મિલકત પર ચડતુ વ્યાજ બંધ કરી દેવામાં આવે છે અને ત્યા સુધીની વ્યાજ સહિતનો મિલકત વેરો અરજદારે ભરપાઇ કરવાનો હોય છે. આ યોજનાનો અનેક લોકો લાભ લઇ રહ્યા હતા.
નાના મિલકત ધારોકે જે ઓ 25000થી વધુ મિલકત વેરો એક સાથે ભરી શકતા ન હોય તેવો આ લાભ લઇ રહ્યા હતા. પરંતુ વ્યાજમાફી યોજના શરૂ થતા આ પ્રકારના આસામીઓને અડધો અડત વેરો જે વ્યાજ હોય છે. તે માફ થઇ જશે તેવી આશા સાથે મનપાના વેરા વિભાગ ખાતે પહોંચ્યા હતા. જયા તેમને કહેવામાં આવેલ કે, હપ્તા સીસ્ટમ અપનાવો અથવા વ્યાજમાફીનો લાભ લ્યો તેવુ જણાવતા અનેક મિલકત ધારોકે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કારણ કે એક સાથે મોટી રકમ ભરી શકે તેમ ન હોવાથી હપ્તા સીસ્ટમનો લાભ લીધો હતો અને વ્યાજમાફી જોતી હોય તો એક સાથે તમામ રકમ ભરવી પડે તેમ હોય અને અનેક આસામીઓ એક સાથે ભરી શકે તેમ ન હોવાથી વ્યાજમાફીનો લાભ ગુમાવવાનો વારો આવ્યો છે.
મનપાએ વ્યાજમાફી યોજના શરૂ કરતા જ હપ્તા યોજના બંધ કરી છે. જેના લીધે નાના મિલકત ધારકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ તરીયા જાટક તેજુરી ફરવા મનપાએ વ્યાજમાફી યોજના થકી 25 કરોડની આવક થવાનો અંદાજ લગાવ્યો છે. પરંતુ અધિકારીઓની ચૂક અથવા વગાર વિચારીયે એક યોજના ચાલુ કરી બીજી બંધ કરી દેતા અંદાજે આવકમાં ગાબડુ પડવાની સંભાવના જોવાઇ રહી છે. અનેક આસામીઓએ વ્યાજમાફી યોજના સાથે હપ્તા સીસ્ટમો લાભ આપવાની માંગ ઉઠાવી છે. જે શાસકો અને અધિકારીઓના બહેરા કાને અથડાઇ ને હાલતો પાછી આવી રહી છે.
મિલકત ધારકોને ઉલ્લુ બનાવવાનો રાજકીય ખેલ
મહાનગરપાલિકાએ 2016બાદ 10 વર્ષે ફરી વખત મિલકત વેરા બિલમાં વ્યાજમાફી યોજના શરૂ કરી છે. કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક આવતા મતદારોને રીઝવવા આ નિર્ણય લેવા હોય તે સૌવ કોઇ જાણે છે. પરંતુ આ વખતે વ્યાજમાફી યોજનામાં સ્પષ્ટ પણે મિલકત ધારોકે ઉલ્લુ બનાવવામાં આવ્યા હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. એક લાખ રૂપિયા વેરો બાકી હોય જેમાં 40 હજારથી વધુનુ વ્યાજ હોય ત્યારે ફકત 10 હજારનુ રૂપિયાનુ વ્યાજ માફ કરવામાં આવે છે. જે કઇ રીતે વ્યાજબી છે અને ફકત 10 હજાર રૂપરડી માટે મિલકત ધારોકે બાકીના 90 હજાર ભરી આપે તેવુ પણ લાગતુ નથી આથી આ વખતની વ્યાજમાફી યોજના ફકત મિલકત ધારકોને ઉલ્લુ બનાવી મત મેળવવા રાજકીય ખેલ ખેલાયો છે. તેવી ચર્ચા જાગી છે.
