દારૂ પીને ગાડી ચલાવવા બદલ ડેવિડ વોર્નરની ધરપકડ

પીએસએલમાંથી બ્રેક લઇ સિડની ઇસ્ટરની ઉજવણી કરવા ગયા હતા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને વિવાદાસ્પદ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ફરી એકવાર મેદાન બહારની હરકતોને કારણે મુશ્કેલીમાં મુકાયા…

પીએસએલમાંથી બ્રેક લઇ સિડની ઇસ્ટરની ઉજવણી કરવા ગયા હતા

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને વિવાદાસ્પદ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ફરી એકવાર મેદાન બહારની હરકતોને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 માં કરાચી કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા વોર્નર લીગમાંથી ટૂંકો બ્રેક લઈને પોતાના વતન સિડની પરત ફર્યા હતા, જ્યાં રવિવારે રાત્રે દારૂૂ પીને વાહન ચલાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચા જાગી છે. મળતી વિગતો મુજબ, આ ઘટના સિડનીના મારૌબા વિસ્તારમાં બની હતી. ડેવિડ વોર્નર પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે સામે પોલીસનું ચેકિંગ જોઈને તેમણે સમયસૂચકતા વાપરી કાર સાઈડમાં પાર્ક કરી દીધી હતી. જોકે, સતર્ક પોલીસ અધિકારીઓએ શંકાના આધારે તેમની પાસે જઈને તપાસ કરી હતી.

પ્રાથમિક શ્વાસ પરીક્ષણમાં નિષ્ફળ ગયા બાદ વોર્નરની અટકાયત કરી તેમને મારૌબા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા બ્લડ આલ્કોહોલ ટેસ્ટમાં ચોંકાવનારું રીડિંગ સામે આવ્યું છે. વોર્નરના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 0.104 નોંધાયું હતું, જે કાયદેસરની નિર્ધારિત મર્યાદા કરતા ઘણું વધારે છે. પોલીસે તાત્કાલિક ધોરણે તેમની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. જોકે, કાયદાકીય પ્રક્રિયા બાદ હાલ તેમને જામીન પર છોડવામાં આવ્યા છે, પરંતુ તેમની મુસીબત હજુ પૂરી થઈ નથી. તેમને મે 2026 માં સ્થાનિક કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *