મોટાવડામાં ફલેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર સહિત 7 સામે ગુનો નોંધાયો

ફલેટમાં રોકાણના નામે 16 લાખની હોમલોન કરાવી બાંધકામ પુરુ નહીં કરતા પોલીસ ફરિયાદ રાજકોટના ખોરાણા રહેતા સેન્ટીંગનું કામ કરતા વેપારીને રાજકોટ નજીક મોટાવડામાં ફ્લેટમાં રોકાણ…

ફલેટમાં રોકાણના નામે 16 લાખની હોમલોન કરાવી બાંધકામ પુરુ નહીં કરતા પોલીસ ફરિયાદ

રાજકોટના ખોરાણા રહેતા સેન્ટીંગનું કામ કરતા વેપારીને રાજકોટ નજીક મોટાવડામાં ફ્લેટમાં રોકાણ કરવાની લાલચ આપી ફ્લેટના નામનો દસ્તાવેજ કરી પઝેશન નહી આપતા આ મામલે બિલ્ડર સહીત 7 સામે મેટોડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ ખોરાણા ગામ નવા પ્લોટ ખાતે રહેતા મનોજભાઈ નાનજીભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં રાજકોટ અમીન માર્ગ ઉપર રહેતા ઉમેશ મેઘજીભાઈ વાઘેલા, નીલેષ કાનજીભાઈ લુણાગરીયા, શ્રેયાંશ રામજીભાઈ ભંડેરી, બ્રીજેશ અરજણભાઈ પટેલ, અનીશ જયકાંતભાઈ મહેતા, જીજ્ઞેશ મનહરલાલ પટેલ અને હરેશશ વજુભાઈ સોજીત્રા સામે ગુનો દાખલ કરી છુટક સેન્ટીંગ કામ કરતા મનોજભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે, આશરે આઠેક વર્ષ પહેલા મકાનની દલાલી કરતા ઉમેશભાઈ મેઘજીભાઈ વાઘેલાનો સંપર્ક થયેલ ત્યારે તેઓએ અમોને વાત કરેલ કે, તમારે લોધીકા તાલુકાના મોટાવડા ગામની સીમમાં ફ્લેટ લેવો હોય તો કહો ત્યાં ભવિષ્ય બહુ સારૂૂ છે. ત્યાં ફલેટ જોવા લઈ ગયા હતાં. જયાં બાંધકામ ચાલુ હોય ત્રણ માળ સુધીનું કામ થયું હતું. તેને ફલેટ લેવાની વાત થઈ હોવાથી તેણે એ વિંગમાં 301 નંબરનો ફલેટ વેંચવાનો હોવાનું જણાવ્યું છે.

એટલું જ નહીં દોઢ બે વર્ષમાં બીલ્ડીંગનાં ફલેટોનું કામ પુર્ણ થઈ જશે. ત્યારે તમને ફલેટનું પઝેશન આપશે. ત્યાં સુધી આપણે લોનની પ્રોસસ કરી લઈશું. તેમ આરોપીએ વાત કરી હતી. જેથી આ ફલેટ રૂૂા. 16 લાખમાં ખરીદવાનું નક્કી થયું હતું. ત્યારબાદ આરોપી ઉમેશે તમારે લોનનાં સંલગ્ન ડોક્યુમેન્ટ અમારી પાસે જમા કરાવી દેજો. કહેતા તેને ડોક્યુમેન્ટ આપતા આરોપીએ રૂૂા. 16 લાખની લોન પાસ કરાવી હતી. આરોપીએ 2017માં તેને લોધીકા સબ રજીસ્ટાર ઓફીસે બોલાવી દસ્તાવેજમાં સહી કરાવી હતી. જેમાં વેંચાણ કરનારમાં અન્ય છએ આરોપીઓનાં નામ હતાં. આ તમામ વતી પેઢીના વહીવટ કર્તા જીજ્ઞેશભાઈ પટેલ હોવાથી તેણે ભાગીદારો તરફથી દસ્તાવેજ કરી આપ્યો હતો. ફલેટનું કામ ચાલુ હોવાથી ત્રણ હપ્તા લોનનાં ભર્યા હતાં. બાદમાં તે ફલેટ જોવા જતાં કામ બંધ હોવાથી આરોપી ઉમેશનો સંપર્ક કરતા થયો ન હતો. તેણે કામ પૂર્ણ થયું ન હોવાથી હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. હપ્તા ચડત થતાં બેંક તરફથી નોટીસ અપાઈ હતી.

આથી તેણે આરોપી ઉમેશનો સંપર્ક કરી તેણે ફલેટનું કામ પુરૂૂ કરવાની વાત કરતાં કામ જલદી પુરૂૂ કરીને ફલેટનો કબ્જો આપી દેવાના છીએ. ધીરજ રાખો તેમ વાત કરી હતી. લોનના હપ્તા ભરવા દબાણ વધવા લાગતા તેને ફરી આરોપીનો સંપર્ક કરતાં યોગ્ય જવાબ આપ્યો ન હતો. બીજી તરફ જયારે ફલેટ લીધો હતો ત્યારે વિંગ એ.નું બીજા માળ સુધી કામ થયું હોય ત્યાર પછી તે સ્થળે સોંપતા અને બેંકનાં હપ્તા ચડતા હોવાથી ગયા ન હતા અને બેંક તરફથી પણ દોઢેક વર્ષમાં કોઈ નોટીસ મળી ન હતી. આમ આજ સુધી તેને ફલેટ તૈયાર કરીને નહી ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *