શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને તેમની ટીમ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આપવામાં આવેલી સૂચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ઢાંઢીયા ગામની સીમમાં શાકભાજીની આડમાં છુપાવી ઘુસાડવામાં આવેલ 9 હજાર બોટલ ચપલાનું ખરાબાની જગ્યામાં કટિંગ વખતે દરોડો પાડી રૂૂ.22.36 લાખનો વિદેશી દારૂૂ પકડી પાડી કટિંગ કરી રહેલા ત્રણ આરોપીઓને રૂૂ.31.16 લાખ મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડામાં બુટલેગર સહીત સાત શખ્સોના નામ ખુલ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.પી. ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. સમીરભાઈ શેખ, કોન્સ્ટેબલ જીલુભાઈ ગરચર અને મનીષભાઈ ચાવડાને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ ઢાંઢીયા ગામની સીમમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો, જેના આધારે દરોડો પાડીવામાં આવ્યો હતો ત્યારે સ્થળ પરથી શાકભાજીની આડમાં આઈસર ટ્રક નંબર GJ-03-BY-6675 માં દારૂૂ તેમજ GJ-06-MD-6231 અને GJ-38-BC-6175 નંબરની ફોરવ્હીલ કારમાંથી દારૂૂનું કટિંગ કરતા શખ્સોને પકડી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પરથી દિનેશ ઉર્ફે રવી છેલાભાઈ બોળીયા (ઉ.વ. 24, રહે. રૈયાધાર), નરસિંહ મનસુખભાઈ ચૌહાણ (ઉ.વ. 25, રહે. આંબેડકરનગર) અને મયુર લક્ષ્મણભાઈ પરમાર (ઉ.વ. 25, રહે. રૈયાધાર)ની ધ્રપ કરી રૂૂ.22.36 લાખની 9072 નંગ ચપલા સહીત રૂૂ.31.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં આનંદ ઉર્ફે બાબુ રણછોડભાઈ પરમાર તેમજ આઈસર અને સ્વીફ્ટ કારના ચાલકો અને દારૂૂનો જથ્થો મોકલનાર સહીત સાતના નામ ખોલ્યા છે. જેને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.
આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ અને તેમની ટીમના પીએસઆઈ ડી.પી.ઝાલા તથા એ.એસ.આઇ. સમીરભાઈ શેખ, દિપકભાઇ મનુભાઇ ડાંગર, જીલુભાઇ મેરામભાઇ ગરચર, ધર્મરાજસિંહ રાણા, મનીષભાઈ ચાવડા , અશ્વિનભાઈ પંપાણીયાએ કામગીરી કરી હતી.
