‘રો-કો’ની ઈંગ્લેન્ડમાં છેલ્લી સિરીઝનો ક્રેઝ, ટિકિટો ખરીદવા ભારે પડાપડી

ભારતીય ક્રિકેટના બે સિતારા રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભારતમાં જે ક્રિકેટપ્રેમીઓ રહે છે તેઓ આંતરરાષ્ટ્રીય મેચો ઉપરાંત દર વર્ષે યોજાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)…

ભારતીય ક્રિકેટના બે સિતારા રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભારતમાં જે ક્રિકેટપ્રેમીઓ રહે છે તેઓ આંતરરાષ્ટ્રીય મેચો ઉપરાંત દર વર્ષે યોજાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) દરમ્યાન નજીકના સ્ટેડિયમમાં જઈને તેમને પ્રત્યક્ષ રમતા જોઈ શકે છે, પણ ઇંગ્લેન્ડમાં આ બન્ને પીઢ ખેલાડીઓના જે ચાહકો રહે છે તેમને આ વખતે છેલ્લી વખત રો-કો (રોહિત-કોહલી)ને નજરે રમતા જોવાનો મોકો છે એટલે વર્તમાન વન-ડે સિરીઝની મેચોની ટિકિટ લેવા પડાપડી થઈ રહી છે.

વિરાટ-રોહિત છેલ્લી વખત ઇંગ્લેન્ડમાં રમી રહ્યા છે. મંગળવારે વન-ડે શ્રેણીમાં બર્મિંગમની પ્રથમ મેચમાં તો વિરાટ-રોહિત સારું નહોતા રમી શક્યા, પણ આજે (ભારતીય સમય અનુસાર સાંજે 5.30 વાગ્યાથી) રમાનારી કાર્ડિફમાં રમાનારી બીજી મેચમાં સારું પર્ફોર્મ કરશે એવી આશા છે. ગુરુવારની ટિકિટો લોકો કોઈ પણ ભોગે ખરીદવા ખૂબ ઉત્સુક જોવા મળ્યા અને એમાં પણ, રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) લોર્ડસમાં રમાનારી છેલ્લી વન-ડેની ટિકિટની એટલી બધી ડિમાન્ડ છે.

ભારત મંગળવારે જીતીને 1-0થી સરસાઈમાં છે. ગુરુવારની મેચનું જે પણ પરિણામ આવે, પણ લોકો લોર્ડ્સમાં વિરાટ-રોહિતને રમતા જોવા કોઈ તક નથી છોડવા માગતા. એ મેચની ટિકિટનો ભાવ 500 પાઉન્ડ (અંદાજે 65,000 રૂૂપિયા)થી 1,000 પાઉન્ડ (1,30,000 રૂૂપિયા) સુધીનો છે અને એ ખરીદવા માગતા ક્રિકેટપ્રેમીઓની સંખ્યા પણ કંઈ નાનીસૂની નથી.

એજબેસ્ટન ખાતે રમાયેલી 1લી વનડે મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂૂ થઈ હતી. પરંતુ, કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાનારી 2જી વનડેનો સમય સાવ અલગ છે. આ મેચ માટે ભારતીય સમય અનુસાર સાંજે 5:00 વાગ્યે ટોસ ઉછળશે અને મેચનો અસલી રોમાંચ સાંજે 5:30 વાગ્યે શરૂૂ થશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ તમે ટીવી પર સોની સ્પોર્ટ્સ ચેનલ્સ પર જોઈ શકશો, જ્યારે મોબાઈલ પર મેચ જોનારા દર્શકો માટે જિયોસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *