રાજનૈતિક એકશન ડ્રામાનું પોસ્ટર રિલીઝ
તમિલનાડુનાં મુખ્યમંત્રી અને સુપરસ્ટાર થલપતિ વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ ’જન નાયકન’ને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. વિજયનાં ફેન્સ આ ફિલ્મને લઈને છેલ્લાં 7 મહિનાથી રાહ જોઈ રહ્યાં હતા. આખરે મેકર્સે ’જન નાયકન’ની ઓફિશિયલી રિલીઝ ડેટનું એનાઉન્સ કરી દીધું છે. મેકર્સે લેટેસ્ટમાં જન નાયકનનું નવુ પોસ્ટર જારી કર્યું છે, જેની સાથે ફિલ્મની નવી રિલીઝ ડેટનું એલાન કર્યું છે, જે અનુસાર થલપતિ વિજયની આ ફિલ્મ 23 જુલાઈનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. લગભગ સાત મહિના પછી ’જન નાયકન’ ફિલ્મને અ સર્ટિફિકેટ મળ્યું છે.
સેન્સર બોર્ડની ઓફિશિયલી વેબસાઇટ પર આ સર્ટિફિકેશનની જાણકારી ઉપલબ્ધ કરવામાં આવી હતી. વેબસાઈટ પર આપેલી જાણકારી અનુસાર આ ફિલ્મનો રન ટાઈમ 183.11 મિનિટ છે, એટલે કે 3 કલાક અને 3 મિનિટનો છે. આ એક રાજનૈતિક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં થલપતિ વિજય મુખ્ય ભૂમિકામાં છે. પૂજા હેગડે અને બોબી દેઓલ પણ આ ફિલ્મમાં જોવા મળશે. મામિતા બૈજૂ, પ્રિયામણિ, ગૌતમ વાસુદેવ મેનન અને નારાયણ સહાયક જોવા મળશે. આ મૂવીમાં એક્શન સીક્વન્સ, ડાન્સ નંબર અને ઇમોશનલ ડ્રામા જોવા મળશે. આ તમિલ સુપરસ્ટારની વિરાસતનો જશ્ન મનાવે છે.
