વીંછિયામાં દારૂબંધી પર સપાટો, મધ્યપ્રદેશનો એક શખ્સ 138 બોટલ સાથે પકડાયો

વિદેશી દારૂૂ ભરેલી ઇકો ગાડી સાથે રૂૂ.1.91 લાખનો મુદ્દામાલ જપ્ત ભાસ્કર ન્યૂઝ જસદણ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવાની ઝુંબેશ વચ્ચે વિંછીયા…

વિદેશી દારૂૂ ભરેલી ઇકો ગાડી સાથે રૂૂ.1.91 લાખનો મુદ્દામાલ જપ્ત ભાસ્કર ન્યૂઝ જસદણ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવાની ઝુંબેશ વચ્ચે વિંછીયા પોલીસને મોટી સફળતા મળી હતી. બાતમીના આધારે પોલીસે બોટાદ તરફથી આવતી એક ઇકો ગાડીને આંતરી તેમાંથી વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂૂ. 1,91,300 નો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી હતી.

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને એસ.પી. વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂૂબંધીના કડક અમલની સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂૂપે વિંછીયા પી.આઈ. એ.સી. ડામોર અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની ઇકો ગાડીમાં દારૂૂનો જથ્થો બોટાદથી વિંછીયા તરફ આવી રહ્યો છે. પોલીસે આંબલીચોક પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ ઇકો ગાડી નંબર GJ-03-FK-1000 આવતા તેને રોકી તલાશી લેવામાં આવી હતી. ગાડીમાંથી વિદેશી દારૂૂની કુલ 138 બોટલ મળી આવી હતી.

પોલીસે વિદેશી દારૂૂ 138 બોટલ રૂૂ. 41,300, ઇકો ગાડી રૂૂ. 1,50,000 સહિત કુલ મુદ્દામાલ રૂૂ. 1,91,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે કલમ ધનસીંગભાઇ ભુરીયા (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ) નામના આરોપીની ધરપકડ કરી હતી. આ કામગીરીમાં પીઆઈ એ.સી. ડામોરની સાથે હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ગોહિલ, અશોકભાઈ સોસા અને બળવંતભાઈ ડાભી જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *