211 ઘેટાં-બકરાંનો કબજો આપવા સામે કોર્ટનો સ્ટે

રાજકોટ મહાજન પાંજરાપોળની કાનૂની લડતને સફળતા, પશુ છોડાવવા ટોળું પાંજરપોળે ધસી આવતા પોલીસ બોલાવવી પડી આટકોટ પાસેથી મુંબઈ ખુલ્લા બજારમાં વેચાણ અર્થે લઈ જવાતા 211…

રાજકોટ મહાજન પાંજરાપોળની કાનૂની લડતને સફળતા, પશુ છોડાવવા ટોળું પાંજરપોળે ધસી આવતા પોલીસ બોલાવવી પડી

આટકોટ પાસેથી મુંબઈ ખુલ્લા બજારમાં વેચાણ અર્થે લઈ જવાતા 211 ઘેટાં – બકરા ભરેલો ટ્રક જીવદયા કાર્યકરો દ્વારા પોલીસની મદદથી ઝડપાયો હતો, જે પશુઓને રાજકોટની મહાજનની પાંજરાપોળમાં આશ્રય અપાયો હતો. આ ઘેટાં – બકરા પોતાના હોવાનો દાવો કરી સાબિર નામના વ્યક્તિએ જસદણ કોર્ટમાં અરજી કરી હતી, જે મંજુર થતા રાજકોટ મહાજનની પાંજરાપોળએ સેશન્સ કોર્ટમાં રિવિઝન કરી હતી જેમાં જસદણ કોર્ટનો હુકમ સ્ટે કરવા સેશન્સ અદાલતે આદેશ કર્યો છે. આમ પશુઓ ફરી મુંબઈ કાઈ ક્રૂર લોકોના હાથમાં ન જાય તે માટે પાંજરાપોળ દ્વારા કાનૂની લડત આપવામાં આવી રહી છે.

આ ઘટનાની વિસ્તૃત વિગત મુજબ, જીવદયા પ્રેમીઓ બળધોઈ ગામના પાટીયા પાસે હતા ત્યારે માહીતી મળેલ કે, ગોંડલ તરફથી એક ટ્રક કતલખાના માટેના ઘેટા-બકરા જીવ લઈ નિકળેલ છે અને તેને કતલખાને લઈ જઇ રહ્યા છે. આ ટ્રક નં. જીજે-01- કેટી -7221 આટકોટ પાસેના ગોંડલ ચોકડી પાસેથી પસાર થનાર હોય જેથી ગૌ રક્ષકો કેતનભાઈ સંઘવી, મયુરસિંહ જાડેજા, બ્રીજેનભાઈ બાલધાને રોનક્ભાઇ વાઢેરે સાબીર હુશૈન કારવા (રહે.નવાગઢ સરકારી અનાજના ગોડાઉન પાસે, જેતપુર) અને સાથેના શખ્સે ઇલીયાસ ઓસમાણ કારવા (રહે.ચીતલ સરકારી દવાખાના પાછળ, બાબરા) તેમજ ત્રીજાએ ફારૂક કાસમ લાખાણીને ઝડપી લઇ 211 ઘેટા-બકરા કતલખાને લઇ જતા બચાવ્યા હતા.

તા. 6ના રોજ સાંજે છ વાગ્યા બાદ અચાનક જ સાબીર અને તેના સહિતના લોકોનું ટોળું પાંજરાપોળ ખાતે દોડી આવ્યું હતું. અને પશુઓ અમારા છે. કોર્ટે હુકમ કર્યો છે. છોડી દો, તેમ કહેવા લાગેલ. વાતાવરણ ઉગ્ર બને તે પહેલા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. અને સ્થિતિને સંભાળી હતી.

આ તરફ પાંજરાપોળના ટ્રસ્ટીઓને જાણ થતા તેઓએ એડવોકેટ કમલેશભાઇ શાહ મારફતે રાજકોટના સેશન્સ જજ સમક્ષ ટ્રસ્ટી મુકેશભાઇ વસંતલાલ બાટવીયાએ જસદણ કોર્ટના હુકમ સામે રિવિઝન અરજી દાખલ કરી હતી.

પાંજરાપોળના ટ્રસ્ટી તરફથી થયેલી રજૂઆતો અને ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઈને રાજકોટના નવમાં એડિશનલ સેશન્સ જજ શ્રી વી. કે. ભટ્ટે જસદણની કોર્ટે કરેલ હુકમને સ્ટે કરવા આદેશ કર્યો હતો અને પોલીસ તેમજ ગુનાના કામમાં રહેલ આરોપીને નોટીસ આપી પોતાનો પક્ષ રાખવા જણાવ્યું છે.

આ સમગ્ર કાનૂની કાર્યવાહીમાં રાજકોટના સિનિયર એડવોકેટ કમલેશભાઈ શાહ, જીજ્ઞેશભાઈ શાહ અને તેમની ટીમના સુરેશભાઈ દોશી, ભરતભાઈ સંઘવી, જીગર સંઘવી, જતીન પંડ્યા, નાસીરભાઇ હાલા, ખુશીબેન અમલાણી, આસિસ્ટન્ટ કિશન જાદવ તેમજ જસદણ ખાતેથી એડવોકેટ કૌશિકભાઈ આચાર્ય અને નિરવભાઈ ગઢવીએ કાનૂની સેવામાં મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *