શહેરમાં ગાયકવાડી કીટીપરા કવાર્ટરમાં રહેતા મચ્છીના ધંધાર્થી પાસે ત્રણ શખ્સોએ મફતમાં મચ્છી માંગી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાયકવાડી કીટીપરા આવાસ કવાર્ટરમાં રહેતા અને મચ્છીનો વેપાર કરતા પ્રતાપભાઇ બટુકભાઇ ભોણીયા નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે પાસે હતો ત્યારે ફારુક અને હેડન સહિતના અજાણયા શખ્સે મફતમાં મચ્છી માંગી હતી.
જેથી યુવાને મચ્છી આપવાની ના પાડતા ત્રણેય શખ્સોએ પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજના બનાવ રૈયાધાર 12 માળીયા આવાસ યોજના કવાર્ટરમાં રહેતા નરેશ બાબુભાઇ જાદવ (ઉ.વ.29) કુવાડવા રોડ પર ત્રિમંદિર પાસે હતો ત્યારે કોઇ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાર્યો હતો.ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
