મોરબી રોડ પર આવેલા હડાળા ગામે રહેતા મહિલાએ હેન્ડિક્રાફટનો નવો ધંધો શરૂૂ કરવા લીધેલા હાથ ઉછીનાં રૂૂ.4.20 લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ બે માસમાં ચુકવવામાં નીષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.
રાજકોટ શહેરમાં 40 ફુટ રોડ, ઓમનગરમાં રહેતા કિશોરભાઈ રણછોડભાઈ ટીલાળાએ મોરબી રોડ પર આવેલા હડાળા ગામે રહેતા હિરલબેન અનિલભાઈ ગજજરને હેન્ડિક્રાફટનો નવો ધંધો શરૂૂ કરવા વર્ષ 2018માં રૂૂ.4.20 લાખ હાથ ઉછીના આપ્યા હતા.
જે રકમની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરતા આરોપી હિરલબેન ગજ્જરને પાઠવેલી નોટીસ બજી જવા છતાં સમયસર પૈસા પરત ન કરતા અદાલતમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ન્યાયાધીશ એમ.ડી. જાદવે હિરલબેન અનિલભાઈ ગજજરને બે વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ બે માસમાં ચુકવવામાં નીષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી દીલીપભાઈ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી અને અનિતા રાજવંશી રોકાયા હતા.