પરાપીપળિયા ગામ વિસ્તારમાં પારાવાર સમસ્યા : આપ

જામનગર હાઈવે પર પરાપિપળિયા ગામના પાટિયા પાસે આવેલ મારૂતિ નંદન સોસાયટી સહિતના વિસ્તારોમાં વર્ષોથી ભુગર્ભ રોડ-રસ્તા, આંગણવાડી સહિતની સમસ્યાનો ઉકેલ ન આવતા આમ આદમી પાર્ટીએ…

જામનગર હાઈવે પર પરાપિપળિયા ગામના પાટિયા પાસે આવેલ મારૂતિ નંદન સોસાયટી સહિતના વિસ્તારોમાં વર્ષોથી ભુગર્ભ રોડ-રસ્તા, આંગણવાડી સહિતની સમસ્યાનો ઉકેલ ન આવતા આમ આદમી પાર્ટીએ સ્થાનિકોને સાથે રાખી ઝડપથી પાયાની સુવિધાઓ પુરી પાડવા અંગેની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.

આમ આદમી પાર્ટીએ રજૂઆતમાં જણાવેલ, કે, વર્ષોથી 150 થી 200 ઘર વસવાટ કરે છે. ઘણા વર્ષોથી ગટર વ્યવસ્થા માટે લેખિત અને મૌખિક રજુઆતો કરી છતા કોઈ ધ્યાન પર લેવામાં આવેલ નથી. રોડ રસ્તા બીસ્માર હાલતમાં હોઈ ચોમાસા દરમ્યાન આ રોડ રસ્તા ઉપર અનેક વાર નાના મોટા અકસ્માતો સર્જાય છે.

આ બાબતે પણ અનેક વાર રજુઆતો કરવા છતા કોઈ ફરીયાદ ધ્યાને લેવામાં આવતી નથી. નાના બાળકો માટે આંગણ વાડીની વ્યવસ્થા બાબતે કોર્પોરેટરશ્રીને લેખીત અરજી આપેલ છે. તેમણે જણાવેલ કે હું આંગણવાડીનું કામ કરી આપીશ પણ હજુ સુધી સર્વે કરવા પણ આવેલ નથી. તો આ બાબતે આપનુ ધ્યાન દોરી આંગણવાળી માટે ઘટતુ કરી આપશો. તદ ઉપરાંત આ વિસ્તરમાં આવેલ આંગણવાડી માં અમારા બાળકોને પ્રવેશ આપતા નથી તેમજ ઘંટેશ્વર ખાતે આવેલ આંગણવાડીમાં પણ પ્રવેશ આપતા નથી તેમજ એસ.આર.પી. કેમ્પ ખાતે આવેલ આંગણવાડીમાં પણ પ્રવેશ નથી આપતા. તે બાબતે ગંભીર વિચાર કરી જે તે આંગણવાડીને સુચના આપી અમારા બાળકોને અમારા વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં પ્રવેશ માળે તે માટે ઘટતુ કરશો.

મારૂૂતી નંદન સોસાયટીમાં આશરે 200 થી વધારે ઘર વસવાટ કરે છે. જયાં 3 થી 7 વર્ષના બાળકો અંદાજીત 70 થી વધુ છે. એ બાળકોને આંગણવાળી માટે જામનગર – રાજકોટ નેશનલ હાઈવે કોષ કરીને આંગણવાળી એ જવું પડે છે. જે 2 કિલોમીટર દુર છે તથા નેશનલ હાઈવે ઉપર મોટા વહાનોના ટ્રાફીક વચ્ચે નાના બાળકોને કોષ કરાવવુ અત્યંત જોખમી છે.

ગર્ભવતી મહિલને ઈજેકશન કે દવા માટે ચાલીને 2-કિલોમીટર જવું પડે છે. ઉપર મુજબની સમસ્યાઓનું તાત્કાલીક ધોરણે નિકાલ કરો તથા આપના તાબા હેઠળની કચેરીને આ વિસ્તારના લોકોના સુખાકારી પ્રશ્નોના સમાધાન માટે સર્વે કરીને તાત્કાલીક સમસ્યાઓનું નિકારણ લાવે તેવી સુચના આપો એવી અમારી માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *