સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ

રાજકોટ પંથકની સગીરાના અપહરણ અને દષ્કર્મના ગુન્હાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.રાજકોટ પંથકની સગીરા માતા સાથે રતનપર ખાતે મેળામા…

રાજકોટ પંથકની સગીરાના અપહરણ અને દષ્કર્મના ગુન્હાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.રાજકોટ પંથકની સગીરા માતા સાથે રતનપર ખાતે મેળામા ગઈ હતી. ત્યા મેળામા ભોગબનનાર દિકરી મળી ન આવતા તેણીના પિતાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમા ભગોબનનાર સગીરા સાથે કારખાનામા કામ કરતા રાહુલ શેખ વિરુદ્ધ લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે સગીરાને ભગાડી જવા અંગેની ફરીયાદ નોંધાવી હતી.

રાહુલ અજીબુર શેખની પોલીસ દ્વારા વેસ્ટ બંગાલખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી રાહુલ અજીબુર શેખ વિરુદ્ધ દુષ્કર્મની કલમનો ઉમેરો કરી ચાર્જશીટ રજૂ કરવામા આવી હતી. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ આરોપી વતી રોકાયેલ વકીલ રણજીત બી. મકવાણા દ્વારા કરવામા આવેલ ફરીયાદી અને સાહેદોની ઉલટ તપાસમા ધણો જ વિરોધાભાસ જોવા મળેલ હોય અને દલીલ સમયમા તમામ સત્ય હકિકત રેકર્ડ લાવેલ અને આરોપીના વકીલ દ્વારા રજુ કરવામા આવેલ વડી અદાલતો સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને દયાને લઈ તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ અદાલતે ફરમાવેલ હતો.

આરોપીઓ વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. એ.જાદવ, વિરલ કે. ચૌહાણ, ટીંકલ બાવળીયા તેમજ મદદનીશમા અભય ચાવડા, વિક્રમ કિહલા, સંજય મકવાણા, ગૌરવ જરીયા રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *