કેસરપર ગામે સંબંધીને ત્યાં જતા હતા: પરિવારમાં શોક
મૂળી તાલુકાના ખાખરાળા ગામના શ્રમજીવી 35 વર્ષના રમેશભાઈ ઉકાભાઇ સાતોલા અને પત્ની દુધીબેન બાઈક લઈને કેસરપર ગામે રહેતા સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા. આ દરમિયાન સાયલાના આયા ગામના બોર્ડ પાસેથી પસાર થતાં બાઈકચાલક રમેશભાઈને પૂરઝડપે આવતા કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં બાઈકચાલક રમેશભાઈ અને પત્ની દુધીબેન ફંગોળાઈને રસ્તા ઉપર પડી ગયા હતા. રમેશભાઈને ગંભીર ઈજા થઇ હતી. જ્યારે દુધીબેનને શરીરના ભાગે થઇ હતી. આ બાબતની આજુબાજુના લોકોને જાણ થતાં ઘરના સ્થળે દોડી આવ્યા હતા. 108ને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્ત પતિ-પત્નીને સાયલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા રમેશભાઈ સાતોલાનું મોત થયું હતું. જ્યારે દુધીબેનને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા.
