રાજકોટ જિલ્લાના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને બઢતી, 23 લોકરક્ષકને કાયમી કરાયા

રાજકોટ જિલ્લા નવનિયુકત પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ગ્રામ્ય પોલીસના ત્રણ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ અને બે કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી હતી. તેમજ જિલ્લામાં અલગ…

રાજકોટ જિલ્લા નવનિયુકત પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ગ્રામ્ય પોલીસના ત્રણ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ અને બે કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી હતી. તેમજ જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતાં 23 લોકરક્ષકને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેમને કાયમી નિમણૂંક આપવામાં આવી હતી અને આ નવા 23 લોક રક્ષકોને પોસ્ટીંગ પૂર્વે તેમને શુભેચ્છા સાથે એસપીએ નવા કાયદાને લઈને મહત્વની ચર્ચાઓ કરી હતી. રાજકોટ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતાં ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે અને બે પોસ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી.

તમામ બઢતી પામેલ પાંચ પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે શુભેચ્છા આપી હતી તેમજ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતાં 23 લોક રક્ષકોને તેમની ફરજના પાંચ વર્ષ પૂર્ણ થતાં તેમને કાયમી પોસ્ટીંગ આપવામાં આવ્યા હતાં. આ 23 લોકરક્ષકોમાં મહિલા લોકરક્ષક સહિતનાનો પણ સમાવેશ થાય છે. કાયમી પોસ્ટીંગ મેળવનાર આ 23 લોકરક્ષકો સાથે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેમને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા તેમજ નવા કાયદાના અમલ અંગેની બાબતો ઉપર સુચનાઓ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *