સુરેન્દ્રનગરમાં આઇજી નિર્લિપ્ત રાયે એસપી પ્રેમસુખ ડેલુ સાથે ચેસ રમી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો

ડીજીપી કપ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેેશે સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ…

ડીજીપી કપ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેેશે

સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત, તેમના હસ્તે ત્રણ દિવસીય ચેસ સ્પર્ધાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.
ડીજીપી કપ અંતર્ગત આયોજિત આ ચેસ સ્પર્ધામાં વિવિધ જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેશે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂએ સ્પર્ધા અંગે માહિતી આપી હતી. આઈજી નિર્લિપ્ત રાય અને એસપી પ્રેમસુખ ડેલૂએ પોતે ચેસ રમીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

સમીક્ષા બેઠકમાં આઈજી નિર્લિપ્ત રાય અને એસપી પ્રેમસુખ ડેલૂએ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ગુના નિવારણ અને કાયદાના ચુસ્ત પાલન માટે અધિકારીઓને જરૂૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવવા પોલીસ સતત કાર્યરત હોવાનું જણાવાયું હતું.

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય તેમની પ્રામાણિકતા અને ’સુપર કોપ’ તરીકેની છબી માટે જાણીતા છે. તેમની કાર્યશૈલી અંગે વિવિધ મંતવ્યો પ્રવર્તે છે, જેમાં કેટલાક તેમને ’સિંઘમ સ્ટાઈલ’ અધિકારી માને છે. તાજેતરમાં તેઓ રાજ્ય મોનિટરિંગ સેલ (જખઈ) નું નેતૃત્વ કરતા હતા અને હવે તેમને રાજકોટ રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *