જામનગર મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડ યોજાઇ હતી, તે પહેલાં વોર્ડ નંબર ચાર ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા પોતાના વિસ્તારના રોડ, રસ્તા, ગટર, પાણી, બેઠા પૂલ સહિતની સુવિધા ના મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને પટાંગણમાં ધરણા પર બેસી ગયા હતા.
તેઓએ સ્થાનિક નાગરિકોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને પોતાની સમસ્યાઓ ને દર્શાવીને સ્થળ પર બનાવટી મેયર અને કમિશનર તૈયાર કરાયા હતા. અને તેઓના ગળામાં હાર પહેરાવ્યા હતા, જ્યારે સ્થાનિક નાગરિકોએ તેઓને ભગવાનની જેમ પૂજા વિધિ કરીને નમન કર્યા હતા, અને જેમ ભગવાન પ્રસન્ન થાય તે રીતે તમે અમારા વિસ્તાર માટે પ્રસન્ન થઈને કામ કરી આપો તે પ્રકારે નો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. ત્યારે મહાનગરપાલિકાના પટાંગણમાં કુતુહલ સર્જાયું હતું.
