કમિશનથી બેંક ખાતા ભાડે આપી રૂા.2.24 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેકશન કર્યાનું ખુલ્યું
જામનગર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જામનગર જીલ્લાના મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરી કુલ રૂૂ. 2,23,58,227 નું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હોવાનું શોધી કાઢ્યું છે. અને પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ વિભાગ આઈ.જી. પી. અશોકકુમાર યાદવ ના વડપણ અને અંગત માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ની રાહબરી હેઠળ જામનગર જિલ્લા માં સાયબર ક્રાઈમ ના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરતા ગુનેગારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ સાયબર કાઈમ પોલીસ સ્ટેશનની ટિમ દ્વારા મ્યુલ બેંક એકાઉન્ટ સંબંધિત માહિતીના આધારે, જામનગર જિલ્લામાં કુલ 363 શંકાસ્પદ બેંક ખાતાઓની સઘન તપાસ કરવામાં આવી હતી.
આ તપાસના પરિણામે, જામનગર જિલ્લા પોલીસ દ્વારા 1930 પર ફોન કરી કુલ 35 ફરીયાદોના આધારે જામનગર જીલ્લા ખાતે કુલ 24 સાયબર કાઈમના ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જે મ્યુલ એકાઉન્ટી માં કુલ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રૂૂ.02,23,58,225 ની રકમ ના વ્યવ્હારો થયેલા હોવાનું શોધી કાઢ્યું હતું. ઉપરોક્ત ગુનાઓમાં સંડોવાયેલા 55 આરોપીઓ પૈકી 24 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને તેમની અકાઉન્ટમાં થયેલા કુલ સાયબર ફ્રોડની 2કમ રૂૂ.2,23,58,278- ના વ્યવહારો બાબતે આગળની તપાસ ચાલુ છે. સાથે જ ઉપરોક્ત ગુનાઓમાં સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ સધન રીતે ચાલુ છે.
સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકો તેમજ પોતાના બેંક ખાતાઓનો અજાણતા અથવા લાલચમાં આવી મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા આપેલ વ્યક્તિઓને નોટિસ આપી તપાસમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ગેર કાયદેસરની પ્રવૃતીમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સંકલન હેઠળ એલ.સી.બી.,એસ.ઓ.જી. તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો સાથે મળી હ્યુમન સોર્સિસથી તથા ટેકનિકલ એનાલીસીસના આધારે સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
