શેરબજારમાં ઉંચા વળતરની લાલચે યુવાન સાથે 2.59 લાખની છેતરપિંડી

રાજકોટ શહેરમા વધુ એક યુવાન સાયબર ફ્રોડનો ભોગ બન્યો હોવાની ફરીયાદ પોલીસ મથકમા નોંધાઇ છે . આ ઘટનામા એરપોર્ટ ફાટક પાસે મહાકાલેશ્ર્વર મંદિર નજીક જયગીત…

રાજકોટ શહેરમા વધુ એક યુવાન સાયબર ફ્રોડનો ભોગ બન્યો હોવાની ફરીયાદ પોલીસ મથકમા નોંધાઇ છે . આ ઘટનામા એરપોર્ટ ફાટક પાસે મહાકાલેશ્ર્વર મંદિર નજીક જયગીત સોસાયટીમા રહેતા જયસન ગોવિંદભાઇ મહાબોધી (ઉ.વ. 3પ ) ને શેરબજારમા સારા વળતરની લાલચ આપી ગઠીયાએ 2.59 લાખ રૂપીયા પડાવી લઇ છેતરપીંડી કરી હોવાની ફરીયાદ પોલીસ મથકમા નોંધાઇ છે . આ ઘટનામા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.

જયગીતભાઇએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ખાનગી કંપનીમા નોકરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેમને ગઇ તા. 6-4 નાં રોજ ઇન્સ્ટાગ્રામ મારફતે આવેલી જાહેરાતમા શેરબજારની ટીપ્સ મેળવીને સારુ વળતર મેળવો તેવુ જોતા જ તેઓએ એડ પર કલીક કર્યુ હતુ જેથી તેઓ એક વોટસઅપ ગ્રુપમા એડ થયા હતા . ત્યારબાદ આ વોટસએપ ગ્રુપનાં એડમીન તરીકે દીવ્યા શાહ હોવાનુ જાણવા મળ્યુ હતુ. અને આ વ્યકિત કયા શેર ખરીદવા એ અંગે અલગ અલગ સુચનાઓ આપતી હતી. અને આ વ્યકિતએ વોટસએપ પર શેરબજારમા રોકાણ કરી સારુ વળતર કઇ રીતે મેળવી શકાય તેમ સમજાવ્યુ હતુ.

અને પ્રાથમીક વાતચીત દરમ્યાન આરોપીએ એક એકાઉન્ટ ખોલવાનુ જણાવ્યુ હતુ તેમણે એક લીંક મોકલી હતી આ લીંક પર કલીક કરતા પ્લે સ્ટોર ઓપન થયુ હતુ અને તેમા એક એપ જેનુ નામ આઇબીપીઆઇ હતુ.
ત્યારબાદ તેમા એકાઉન્ટ બનાવેલ અને તેમા પાનકાર્ડ તેમજ બેંકની ડીટેલ પણ નાખવામા આવી હતી અને એકાઉન્ટ ખોલ્યુ હતુ . ત્યારબાદ વોટસએપ ગ્રુપમા રોજે રોજ એડમીન દ્વારા અલગ અલગ શેર ખરીદવા જણાવવામા આવ્યુ હતુ. જે એકાઉન્ટ થકી ફરીયાદી જયસનભાઇ શેરની ખરીદ વેચાણ કરતા હતા.

તેઓએ અલગ અલગ સમયે કુલ રૂ. 2.59 લાખ જમા કરાવ્યા હતા. તેમજ આ એપમા શેરનાં ભાવ વધે કે ઘટે ત્યારે નફો તેમજ નુકસાન બતાવવામા આવતુ હતુ . ત્યારબાદ આ નોટીસ અને એપ અંગે મિત્રને વાત કરતા તેમણે આ એપ બોગસ હોવાનુ જણાવ્યુ હતુ જેથી ફરીયાદી સાથે ફ્રોડ થયાનુ માલુમ પડતા તેઓએ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નં 1930 પર કોલ કરી અરજી કરી હતી આ અંગે હાલ સ્થાનીક પોલીસ દ્વારા તપાસ ચલાવવામા આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *