મનપા કમિશનર બંગલો પાસે પી.એન.બી.ના એસીના આઉટરમાંથી કોપર વાયરની ચોરી

રામકૃષ્ણ આશ્રમ મેઈન રોડ કમિશનર બંગલો પાસે આવેલ પંજાબ બેંકની બહાર એસીના આઉટરમાંથી ત્રણ શખ્સો કોપર વાયરની ચોરી કરી લઇ જતા પોલીસમાં ચોરી અંગે એ…

રામકૃષ્ણ આશ્રમ મેઈન રોડ કમિશનર બંગલો પાસે આવેલ પંજાબ બેંકની બહાર એસીના આઉટરમાંથી ત્રણ શખ્સો કોપર વાયરની ચોરી કરી લઇ જતા પોલીસમાં ચોરી અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ચોરીની ઘટનામાં નુતનકુમારી અનુપમ રાજવંશીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રામકૃષ્ણનગર વીરાણી ચોક કમિશ્નર બંગલોની પાસે આવેલ પંજાબ નેશનલ બેંકમાં છેલ્લા એક વર્ષથી બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરુ છુ.ગઇ તા. 14/06ના રોજ મને સવારના આશરે સાડા આઠેક વાગ્યે મારી બેંકમાં નોકરી કરતા સેક્ધડ બ્રાન્ચ મેનેજર અંકુર પરમારનો મને ફોન આવેલ અને કહેલ કે આપણી બેંકની બહાર જે એસી ના આઉટ2 લગાવેલ છે તેમાં કોઇએ તોડફોડ કરી છે અને મે બેંકમાં લગાવેલ સીસીટીવી કેમેરા જોતા રાત્રીના આશરે બેએક વાગ્યાની આસપાસ ત્રણ શખ્સો આઉટર તોડી કોપરના વાયર ચોરી કરી લઇ જતા દેખાય છે.

આ તોડેલ આઉટરનુ રીપેરીંગ કામ કરાવવાનુ કહેલ હતુ બાદ આ એસીના આઉટરનુ તા.20/06ના રોજથી રીપેરીંગ કામ કરવાનુ ચાલુ હતુ બાદ ગઇ તા.23/06ના રોજ હુ બેંકે ગયેલ તો મને આઉટરનુ કામ કરતા વ્યક્તિએ કહેલ કે હુ આવેલ ત્યારે આ આઉટરનુ જેટલુ કામ કરેલ હતુ તે કોઇએ અસ્તવ્યસ્ત કરી નાખેલ હતુ અને અમોએ લગાવેલ કોપરનો વાયર પણ કોઇ ચોરી કરીને લઇ ગયેલ છે જેથી મે તુરત જ અમારા સર્કલ ઓફીસર સંદીપ સરકારને જાણ કરેલ તો તેઓએ કહેલ કે આજે બેંકે ઝોનલ ઓફીસરની વીઝીટ છે જેથી તમે તેમાં ધ્યાન આપો આપણે કાલે જઈને પોલીસ ફરીયાદ કરીશુ બાદ ગઇ કાલના રોજ ઝોનલ ઓફીસરની વીઝીટ પુર્ણ થયા બાદ બેંકમાં કામ પતાવીને બપોર પછી હુ પોલીસ ફરીયાદ કરવા આવવાની હતી.

તેવામાં અમારી બેંકના એસીનુ કામ કરતા ભાઇએ મને જણાવેલ કે પણ આઉટરના કોપરના વાયર કોઇ લઇ ગયેલ છે.જેથી મે અમારી બેંકમાં લગાવેલ સીસીટીવી કેમેરા જોતા તા.14/06ના રાત્રીના ત્રણેક શખ્સોએ બેંકની બહાર લગાવેલ આઉટરમાં તોડફાડ કરી કોપરના વાયર લઇ જતા જોયેલ બાદ તા. 22/06ના રોજના સીસીટીવી કેમરા જોતા તેમાં એક શખ્સ અમારી બેંકમાં લગાવેલ એસીના આઉટર તોડતા નજરે પડેલ અને કોપરનો વાયર ચોરી કરીને લઇ જતા જોવામાં આવ્યા હતા.આમ આરોપીઓએ એસીના આઉટર તોડી કોપરનો વાયર જેની આશરે એક ફુટની કી.રૂૂ. 200 એમ કુલ 90 ફુટ કોપરના વાયર જેની કી.રૂૂ. 18,000ની ચોરી કરી લઇ જતા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *