રાજકોટના બાપુનગર વિસ્તારમાં રેવન્યુ સર્વે નં. 266ની કેટલીક જમીનના મુળ માલિકોએ મેળવેલા કાયમી મનાઈહુકમના બહાને ફાઉન્ડ્રીઓના કાપી નાખેલા ઈલેક્ટ્રિક કનેકશન રિસ્ટોર કરવા અને અદાલતે કબજો લેવાનું ઈસ્યુ કરેલ વોરંટ સંબંધે રૂૂકજાવનો અદાલત દ્વારા આદેશ કરાયો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટના 80 ફુટના રોડ ઉપર આવેલ બાપુનગર વિસ્તાર પાસે પટેલ બાવા કેશાની રેવન્યુ સર્વે નં. 266માં આવેલી 700 ચોરસ વાર જમીન સંબંધે જયેશભાઈ પરસોતમભાઈ પટેલ અને મહેશ પરસોતમભાઈ પટેલ વગેરે ફાઉન્ડ્રી માલિકો સામે સ્વ. પટેલ બાવાભાઈ કેશાભાઈના વારસો મનહરભાઈ બાવાભાઈ ટીલાળા વિગેરેએ સિવિલ કોર્ટમાંથી બાવા કેશાના વારસો પાસેથી પડાવે નહી તેવો કાયમી મનાઈ હુકમ તા.07/ 03/ 2025ના રોજ મેળવ્યો હતો. જે કાયમી મનાઈ હુકમનું હુકમનામું પસાર થતાં તે હુકમનામાની અમલવારી કરવા બાવાભાઈ કેશાભાઈના વારસોએ રાજકોટની સિવિલ કોર્ટમાં દરખાસ્ત દાખલ કરેલ.
જે દરખાસ્તના કામે અદાલતે ખાલી કબજો મળવાનું વોરંટ જયેશભાઈ પરસોતમભાઈ પટેલ અને મહેશભાઈ પરસોતમભાઈ પટેલની સામે ઇસ્યુ કરેલ, જે વોરંટની બજવણી કરવા કોર્ટના બેલીફ સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત સાથે ગયેલ અને સાથે સાથે બેલીફ દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને ઈલેકટ્રીક કનેકશન ડિસકનેકટ કરવા માટે અરજી આપી બોલાવવામાં આવતાં તા. 23/ 06/ 2025ના રોજ ગયેલા અને ફાઉન્ડ્રીના આશરે 150થી વધારે માલિકોના ઈલેકટ્રીક કનેકશનો કાપી નાંખેલા, અને પોલીસવાળા મારફત એવી ધમકી આપવામાં આવેલી કે તા. 25/ 06/ 2025ના રોજ બુલડોઝર સાથે આવી આ તમામ ફાઉન્ડ્રી તોડી પાડવામાં આવશે.
જે પૈકી (1) કિશોરભાઈ બચુભાઈ રામાણી (2) પુનમ કાસ્ટેકના માલીક બાબુભાઈ હરીભાઈ જાદવ (3) મામદ ઓસમાણ પતાણીની ફાઉન્ડ્રીના ઈલેકટ્રીક કનેકશનો કાપવા સામે અને આ ત્રણેય ઉપરાંત અન્ય ફાઉન્ડ્રીના માલીકો (1) પરસોતમભાઈ જેરામભાઈ રામાણી (2) નિકુંજ રમણીકભાઈ દેલવાડીયા (3) રમેશભાઈ નાગજીભાઈ આંબલીયા (4) કીરીટભાઈ નાનજીભાઈ ઠુંમ2 (5) રાજેશભાઈ ગોકળભાઈ ચોથાણી (6) પ્રવિણભાઈ પોપટભાઈ વઘાસીયા (7) દિલીપભાઈ નાગજીભાઈ પટેલ (8) ઘનશ્યામભાઈ હરીભાઈ કાચા (9) દુર્ગાબેન નાથાભાઈ અણદાણીએ તેમના એડવોકેટ મારફતે આ દરખાસ્ત સામે અદાલત સમક્ષ વાંધા રજૂ કરી એવી રજૂઆત કરેલ કે અદાલત પાસેથી ખરેખર કોઈ હુકમ ન હોવા છતાં કબજા વોરંટ ગે22જૂઆતો કરી વાદીએ મેળવી લીધેલ છે. અને જે લોકો પક્ષકાર નથી કે જેમની સામે અદાલતનું કોઈ હુકમનામું નથી તેવા લોકો પાસેથી બળજબરીથી કબજા છીનવી લેવા માટે થઈને ગોઠવણના ભાગ રૂૂપે ફાઉન્ડ્રીના માલીકોના ઈલેકટ્રીક કનેકશનો તદન ખોટી અને અન્યાયી રીતે કાપી નાંખી મીટરો પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ઉતારી લેવામાં આવેલ છે. આ પ્રકારના કૃત્યો બંધારણની અને કાયદાની જોગવાઈના ઉલ્લંઘન સમાન છે. અદાલત દ્વારા આ રજુઆતો સ્વીકારવામાં આવેલી અને ઈલેકટ્રીક કનેકશનો ફરીથી ચાલુ કરી આપવાનો આદેશ કરેલ અને સાથે સાથે વોરંટની અમલવારી સામે પણ બીજો કોઈ આદેશ ન થાય ત્યાં સુધી મનાઈ હુકમ ફરમાવેલ છે.આ કેસમાં (વાંધેદારો) વતી એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મેહુલ મહેતા, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ.પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ રોકાયા હતા.
