વિવાદાસ્પદ કિર્તી પટેલે સુરતમાં વૃધ્ધ દંપતીનો ફલેટ પચાવી પાડયો, લેન્ડગ્રેબ્રિંગ હેઠળ ગુનો નોંધાયો

સુરતમાં વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા તેની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ડુંભાલ વિસ્તારમાં આવેલી ’કુશલ દર્શન વાટીકા’નો ફ્લેટ…

સુરતમાં વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા તેની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ડુંભાલ વિસ્તારમાં આવેલી ’કુશલ દર્શન વાટીકા’નો ફ્લેટ નં. 203 ભાડે રાખ્યા બાદ, કીર્તિ પટેલે ભાડું ન ચૂકવીને વૃદ્ધ દંપતીનો ફ્લેટ પચાવી પાડ્યો હોવાનો આરોપ લાગ્યો છે.

મકાનમાલિકે ફ્લેટ ખાલી કરાવવા રજૂઆત કરતા કીર્તિ પટેલે “બીજીવાર આવ્યા તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હોવાથી ગભરાયેલા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ઘટના સંદર્ભે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કેસની તપાસ ACP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, ડુંભાલની પંચવટી સોસાયટીમાં રહેતા વૃદ્ધા મંજુલાબેન કિર્તીભાઈ પટેલે ડુંભાલ સ્થિત ’કુશલ દર્શન વાટીકા’ના બીજા માળે આવેલો ફ્લેટ નં. 203 વર્ષ 2016માં ખરીદ્યો હતો. વર્ષ 2019માં સોસાયટીના પ્રમુખની ઓળખાણથી કીર્તિબેન રણછોડભાઈ પટેલ (કીર્તિ પટેલ)ને માસિક રૂૂ. 9,500ના ભાડાથી આ ફ્લેટ આપ્યો હતો. જોકે, કીર્તિ પટેલે ભાડાકરાર માટે જરૂૂરી આધારકાર્ડ આપ્યું નહોતું અને સતત વાયદાઓ કરતી રહી હતી.

આ દરમિયાન અંદરોઅંદરની મારપીટના એક ગુનામાં કીર્તિ પટેલ જેલમાં ગઈ હતી. જેલમાંથી છૂટીને આવ્યા બાદ મકાનમાલિક મંજુલાબેન અને તેમના પતિએ રૂૂબરૂૂ મળી ફ્લેટ ખાલી કરવા જણાવતાં તેણે પહેલાં તો બીજું મકાન શોધવાનું બહાનું બતાવ્યું હતું. ત્યારબાદ કોરોના મહામારીનું કારણ ધરી ભાડું પણ આપ્યું નહોતું. મકાનમાલિક મંજુલાબેન અને તેમના પતિ અવારનવાર ફ્લેટ ખાલી કરાવવા માટે જતાં ત્યારે કીર્તિ પટેલે પોતાની અસલી દાદાગીરી બતાવી હતી. તેણે મકાનમાલિકને સ્પષ્ટ કહી દીધું હતું કે, આ મકાનનું લાઈટબિલ હું ભરું છું, એટલે ફ્લેટ ખાલી કરવાની નથી. તમારાથી જે થાય તે કરી લો. જો બીજીવાર ફ્લેટ ખાલી કરાવવા આવશો તો તમને જાનથી મારી નાખીશ. આ ધમકીથી ગભરાઈ ગયેલા મકાનમાલિકે આખરે પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા.

કીર્તિ પટેલ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે સુરતની પુણા પોલીસે મંજુલાબેનની ફરિયાદના આધારે ’ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020’ની કલમ 4(3), 5(ચ) તથા ઇ.પી.કો. કલમ 506(2) મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખી આગળની તપાસ ’બી’ ડિવિઝનના ACP પી.કે. પટેલને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *