આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂૂ કરવામાં આવી છે, જેના કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રેસ કોન્ફરન્સ સંબોધતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે અને મજબૂત રણનીતિ સાથે કોંગ્રેસ પક્ષ ચૂંટણી મેદાનમાં ઉતરશે. ચૂંટણી લડવા ઇચ્છુક દરેક ઉમેદવારને ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે અને તમામ ઉમેદવારોને સંગઠન દ્વારા વ્યક્તિગત રીતે સાંભળવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તારીખ 5 /3 અને 6/3ના પ્રદેશના આગેવાનો તથા રાજકોટના પ્રભારી જેનિબેન ઠુંમર અને માનસિંગભાઈ ડોડીયાની ઉપસ્થિતિમાં ચૂંટણી લડવા ઇચ્છુક તમામ ઉમેદવારોને સાંભળવામાં આવશે. ઉમેદવારોના સૂચનો અને અભિપ્રાયો મેળવ્યા બાદ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા વિચારણા કરી તે યાદી પ્રદેશ સમિતિને મોકલવામાં આવશે અને ત્યારબાદ અંતિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
તારીખ: 5 /3/ અને 6/3 ના સર્કિટ હાઉસ ખાતે ઉમેદવારોને સાંભળવાની સમયસૂચિ નીચે મુજબ રહેશે. જેમાં તા.5 માર્ચના સવારે 9:30 થી બપોરે 1:30 : વોર્ડ નં. 1 થી 4, બપોરે 3:00 થી રાત્રે 8:00 : વોર્ડ નં. 5 થી 9, તા.6 માર્ચના સવારે 9:30 થી બપોરે 1:30 : વોર્ડ નં. 10 થી 14, બપોરે 3:30 થી રાત્રે 8:00 : વોર્ડ નં. 15 થી 18ને સાંભળવામાં આવશે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વાર જનતાની વેદના કાર્યક્રમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ લોકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓને નજીકથી સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ પોતાની વેદના કોંગ્રેસ સમક્ષ રજૂ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા સહિત વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ ઓબીસી સેલના ચેરમેન ડો. મહેશભાઈ રાજપુત, પ્રદેશ અગ્રણી ડો. હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી પ્રવક્તા ડો.નિદત ભાઈ બારોટ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડી.પી. મકવાણા, પ્રદેશ અગ્રણી ગોપાલભાઈ અનડકડ, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભાગ્યરાજ વાળા, રાજકોટ શહેર ક્ષતીશ પ્રમુખ બ્રિજરાજ સિંહ રાણા, રાજકોટ શહેર સેવાદળ પ્રમુખ રાહુલભાઈ સોલંકી,એસ.સી સેલ ચેરમેન રમેશભાઈ ડેયા, રાજકોટ ઓ.બી.સી સેલ ચેરમેન ભાર્ગવભાઈ પઢીયાર રાજકોટ શહેર માઈનોરીટી સેલ ચેરમેન યુનુસભાઈ જુણેજા, રાજકોટ શહેર સોશિયલ મીડિયા ચેરમેન જીગ્નેશભાઈ વાગડિયા ઉપસ્થિત રહ્યા હતા.
