મકાન પચાવી પાડવા માટે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી લેન્ડ ગ્રેબીંગની અરજી કરનાર સામે ફરિયાદ

ભુમાફીયાઓ જમીન પચાવવા ગમે તે હદે જઇ શકે છે આવી જ એક ઘટના રાજકોટ શહેરમા બની છે . રૈયાધારમાં રાણીમા-રૂૂડીમા ચોક નજીક મફતીયાપરામાં રહેતા દેવા…

ભુમાફીયાઓ જમીન પચાવવા ગમે તે હદે જઇ શકે છે આવી જ એક ઘટના રાજકોટ શહેરમા બની છે . રૈયાધારમાં રાણીમા-રૂૂડીમા ચોક નજીક મફતીયાપરામાં રહેતા દેવા મછાભાઈ ટોળીયા નામના શખ્સે મકાન મેળવવા માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને સરકારી કચેરીમાં રજૂ કરી વેરા વસૂલાત વિભાગના અધિકારીને અન્યનું મકાન બતાવી આકારણી કરાવી ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લેન્ડ ગ્રેબિંગની અરજી કરતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પશ્ચિમ વિભાગના એસીપીની કચેરીમાં ફરજ બજાવતા બ્રિજરાજસિંહ ઝાલાએ આ મામલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ત્રણેક વર્ષથી એસીપીનાં રાઇટર તરીકે ફરજ બજાવે છે જેમા એસીપી હસ્તકની કામગીરીમા લેન્ડ ગ્રેબીંગને લગતી અરજીઓ અને ગુનાઓની તપાસ પણ આવતી હોય છે. ઓનલાઇન ફ્રોડ આઇઓઆરએ એપ મારફતે મળતી લેન્ડ ગ્રેબીંગની અરજીઓની તપાસ કરવામા આવતી હોય છે. ગઈતા. 21-9-24ના આરોપી દેવાએ કલેક્ટર કચેરીમાં લેન્ડગ્રેબિંગની અરજી કરી હતી.જે તા. 16-9-24ના એસીપી કચેરીમાં તપાસ માટે મળતા આરોપી અને અરજીના સામેવાળા તેજસ જાટીયા (રહે. ધર્મરાજ પાર્ક મેઈન રોડ ગાંધીગ્રામ સામે)ને રૂૂબરૂૂ બોલાવી નિવેદનો લેવામાં આવ્યા હતાં. આ સમયે તેમણે રજૂ કરેલા આધાર-પૂરાવા અને તપાસમાં લાઈટ બીલમાં ગ્રાહક નંબર સરખા હોય પરંતુ પીજીવીસીએલ કચેરીમાં તપાસ કરાતા વીજ કનેક્શન તેજસભાઈના નામનું હોવાનું ખુલ્યું હતું જ્યારે દેવાએ ઓન લાઈન બીલની નકલમાં ગેરકાયદે ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

બીજી તરફ આરોપીએ રજૂ કરેલ વેરાવસુલાત અધિકારીને આપેલા ડોક્યુમેન્ટ અંગે પૂછપરછ કરાતા આરોપીએ વેરા અંગે જે મકાન બતાવવું જોઈતું હતું તે વસ્તાભાઈ ખેંગારના નામનું બતાવી વેરાની આકારણી કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.આથી આરોપીએ વેરા પહોંચ મેળવવા માટે ખોટી માહિતીની જગ્યા વેરા અધિકારીને બતાવ્યાનું ખુલ્યું હતું. આરોપીએ આકારણ ફોર્મ ભરેલ ત્યારે રજૂ કરેલ ગ્રાહકના વીજબીલની નકલમાં તેનું સરનામું ધર્મરાજ પાર્કનું હોઈ પરંતુ ખરાઈ કરતા બીલમાં સરનામું રાણીમા-રૂૂડીમા ચોકથી અંદર હોવાનું અને વીજબીલની નકલમાં પીજીવીસીએલનાં સીકકાની નકલ હોય જે બાબતે ખરાઇ કરવા અંગે ઇજનેરને રીપોર્ટ કરતા જાણવા મળ્યુ હતુ કે આરોપી દેવા ટોળીયાએ તેમા ચેડા કર્યા હતા. જેથી આ મામલે ગાંધીગ્રામમાં ફરિયાદ નોંધાવાઈ છે. હાલ આ તપાસ પીએસઆઇ ગોહીલ ચલાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *