રાજકોટમાં આધેડ પર હુમલા પ્રકરણમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ

  રાજકોટ માં રહેતા એક પ્રૌઢે પોતાને અને પોતાના પુત્રને ઢીકાપાટુ નો માર મારવા અંગે જામનગર માં રહેતા વેવાઈ પક્ષ ના સભ્ય એવા જામનગરના ભાજપના…

 

રાજકોટ માં રહેતા એક પ્રૌઢે પોતાને અને પોતાના પુત્રને ઢીકાપાટુ નો માર મારવા અંગે જામનગર માં રહેતા વેવાઈ પક્ષ ના સભ્ય એવા જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટર ના પતિદેવ સામે ફરિયાદ નોંધાવી છે. જામનગર શહેર ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે રાજકોટમાં ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

રાજકોટ માં શાસ્ત્રીનગર , અજમેરા બ્લોક માં રહેતા રસિકલાલ વીરજીભાઈ ખાણધરે પોતા નાં ઘર મા ધૂસી ને પોતાને અને પોતા નાં 17 વર્ષ ના પુત્ર આદિત્ય ને ઢીકાપાટુ નો માર મારવા અંગે પોતા ના જામનગર માં રહેતા વેવાઈ ભરતભાઈ છગનભાઈ પરમાર , તેના પુત્ર જયદીપ ભરતભાઈ પરમાર , ભરતભાઈ ની દીકરી અને પોતાની પુત્રવધુ નિરાલી હાર્દિક ખાણધર અને વેવાઈ ના ભાઈ જીતુભાઈ છગનભાઈ પરમાર સામે પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાવવા આવી છે જેમાં આરોપી તરીકે જામનગર શહેર ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સહિતના પરિવારજનો ને આરોપી તરીકે જાહેર કરાયા છે, તેથી રાજકીય વર્તુળમાં ભારે ચકચાર જાગી છે.

સમાજમાં પરિવાર ટકાવી રાખવા માટેના ઉદાહરણો આપતી એક પત્રિકા પણ ફરતી થઈ હતી. જે બાબતે ખાર રાખીને જામનગરના વેવાઈ પક્ષ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂૂ કરી છે.

રાજકોટમાં રહેતા વિરજીભાઈ ખાણધર કે તેઓના પુત્ર હાર્દિક ના લગ્ન 2023 ની સાલમાં જામનગરના મહિલા કોર્પોરેટર તરુણાં બેન ભરતભાઇ ની પુત્રી નિરાલીબેન સાથે થયા હતા, પરંતુ પતિ-પત્ની વચ્ચે લગ્નના બીજે દિવસેજ ઝઘડો થયો હતો, અને ત્યારબાદ અવારનવાર ઝઘડાઓ ચાલુ રહ્યા હતા. એક તબક્કે પુત્ર અને પુત્ર વધુ અલગ પણ રહેવા માટે ચાલ્યા ગયા હતા. આખરે બંને વચ્ચે વિખવાદ થયો હતો, અને ત્યારબાદ બંને પરિવાર વચ્ચે પણ મનદુ:ખ ચાલતું હતું. અને પત્રિકા વિતરણ જેવી કાર્યવાહી પણ થઈ હતી. જેથી સતવારા સમાજમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *