જામનગરમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા લોકાર્પણ અને ખાતમુહુર્ત તેમજ સંમેલન સહિતના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અનિવાર્ય સંજોગોના કારણે હાજર રહી નહીં શકતા તેમણે કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતું.
મળતી માહિતી મુજબ સવારથી ગાંધીનગરમાં વાતાવરણ પલટો આવતા અને ભારે પવન ફુંકાતો હોવાથી હેલિકોપ્ટર ઉડી શક્યું ન હતું. જેના કારણે મુખ્યમંત્રીનો જામનગરનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. જો કે, કાર્યક્રમો યથાવત ચાલુ રાખવામાં આવ્યા હતાં. અને મુખ્યમંત્રીએ પણ વીડિયો કોન્ફોરન્સથી સંબોધન કર્યુ હતું.
આજે જામનગરમાં ખેડુત સંમેલન ઉપરાંત ટાઉન હોલ ખાતે જિલ્લાના રૂા. 41,261 લાખના ખર્ચે 57 જેટલા વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્તના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં અને તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી હાજર રહેનાર હતાં. પરંતુ ખરાબ હવામાનના કારણે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ઉડી નહીં શકતા તેમનો જામનગરનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખેડુત સંમેલનને સંબોધ્યું હતું. તેમજ ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમોમાં પણ વર્ચ્યુઅલ હાજરી આપી હતી.
