ચોટીલામાં કાલે આરોહણ-અવરોહણ સ્પર્ધા, યાત્રાળુઓને 4 કલાક પ્રવેશ બંધ

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે 30મી ડિસેમ્બરના રોજ છઠ્ઠી રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર…

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે 30મી ડિસેમ્બરના રોજ છઠ્ઠી રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધાના સુચારુ સંચાલન અને સુરક્ષાના હેતુથી 30મી ડિસેમ્બરે સવારે 4 કલાક માટે યાત્રાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે. ઓઝા દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, 30મી ડિસેમ્બર 2025ના રોજ સવારે 6:00થી 10:00 વાગ્યા સુધી ચોટીલા પર્વતની સીડીઓ પર સામાન્ય નાગરિકો અને યાત્રાળુઓની અવર-જવર પર સંપૂર્ણ મનાઈ રહેશે. આ સમયગાળા દરમિયાન માત્ર સ્પર્ધામાં ભાગ લેનારા રમતવીરો જ પર્વતની સીડીઓનો ઉપયોગ કરી શકશે.ચોટીલા ડુંગર પર દરરોજ હજારો યાત્રાળુઓ આવતા હોય છે.

ડુંગરની સીડીઓ સાંકડી હોવાથી રમતવીરોની દોડ દરમિયાન સામાન્ય લોકો સાથે ટકરાવ કે ધક્કામુક્કી જેવી ઘટનાઓ ન બને અને જાનહાનિ નિવારી શકાય તે માટે 4 કલાકનો પ્રતિબંધ આવશ્યક ગણાયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આ આદેશ સ્પર્ધાના આયોજન સાથે જોડાયેલા અધિકારીઓ અને સ્વયંસેવકોને લાગુ પડશે નહીં. જો કે, જો કોઈ સામાન્ય નાગરિક આ સમયગાળા દરમિયાન ડુંગર પર ચઢવાનો પ્રયાસ કરશે, તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *