ભાજપના નવા સંગઠનની આજે કમલમમાં બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશે

ગુજરાતમા પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં જ્ઞાતિ આધારિત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જૂના અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું…

ગુજરાતમા પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં જ્ઞાતિ આધારિત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જૂના અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાતમા પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં જ્ઞાતિ આધારિત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જૂના અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નવા સંગઠનની જાહેરાત બાદ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં આજે કમલમ ખાતે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપનું નવું સંગઠન જાહેર થયા બાદ અમદાવાદમાં કમલમ ખાતે આજે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવ નિયુક્ત તમામ પદાધિકારીઓ સાથે આજે એક બેઠક યોજાશે.આ બેઠકમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવશે.તમામ આગેવાનોનો પરિચય અને આગામી ચૂંટણીઓના રોડ મેપ અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવશે.

ભાજપના નવા સંગઠનમાં મહામંત્રી પદે નવા નામોની જાહેરાત કરવામાં આવી છે. અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ અને અજય બ્રહ્મભટ્ટ આ ત્રણેય નેતાઓ પર સંગઠનને મજબૂત કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નવા જાહેર થયેલા માળખામાં કુલ 10 ઉપપ્રમુખ અને 10 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ માળખામાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *